વર્ષ 2021 પૂર્ણ થતાં મહાનગરપાલિકાના સામાન્ય ફંડ, લોનફંડ તથા સીકિંગ ફંડની અનામતો વિગેરેના આવક-જાવકના હિસાબો માટેના ઓડિટ રિપોર્ટ તૈયાર કરવાની ખાતાવાર યાદી તૈયાર કરવામાં આવી છે. જોકે ગઇ તા. 1લી ઓક્ટોબરથી 31મી ડિસેમ્બર-2021 સુધીના ત્રણ મહિના દરમિયાનના ઓડિટમાં 4328 વાંધા મળી કુલ 4736 વાંધા બાકી રહે છે. વિવિધ હિસાબોના ખર્ચ પાડવામાં સહી રહી ગઇ હોય, ઝેરોક્સ મુકી ન હોય, બિલમાં તારીખ બાકી હોય જેવા નાના-મોટા વાંધાઓનો સત્વરે નિકાલ કરવા મુખ્ય અન્વેષકને જાણ કરવામાં આવી હતી.
આ અંગેની નોંધ ધ્યાને લેવા વર્ષ 2021-2022ના વાંધાનો ત્રિમાસિક રિપોર્ટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રૂપે મુકાયો હતો. વિભાગે બાકી વાંધાઓના હિસાબ રાખવાની કામગીરી આ ખાતા માટે મહત્વની હોવાથી સત્વરે નિકાલ કરવા સૂચના આપી છે. જો સમયસર નિકાલ ન થાય તો તે કિસ્સામાં વસૂલાત કરવી ભવિષ્યમાં ગુંચવણ ઊભી કરી શકે છે. સાથે જ વિભાગે જે કિસ્સામાં વહીવટ અને અનિયમિતતા અંગે સૂચનો કરવામાં આવ્યા હોય અને તેનો અમલ ન થાય તો ખામીઓ ચાલુ જ રહેશે અને તેથી ઓડીટનો હેતુ જળવાતો ન હોવાની પણ સ્પષ્ટતા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.