તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેસ્ટિંગ અભિયાન:સુરતમાં પાંચ દિવસમાં 43 સુપર સ્પ્રેડર પોઝિટિવ આવ્યા

સુરત10 મહિનો પહેલા
ટેસ્ટિંગમાં કેશિયર-એકાઉન્ટન્ટો, કુરિયર-ફુડ ડિલિવરી સંસ્થા, ઓટોગેરેજ, રિક્ષા ચાલકો, પાનના ગલ્લા ચા-વાળા સહિતના પ્રોફેશનલોને આવરી લેવાયા - Divya Bhaskar
ટેસ્ટિંગમાં કેશિયર-એકાઉન્ટન્ટો, કુરિયર-ફુડ ડિલિવરી સંસ્થા, ઓટોગેરેજ, રિક્ષા ચાલકો, પાનના ગલ્લા ચા-વાળા સહિતના પ્રોફેશનલોને આવરી લેવાયા
  • પ્રોફેશનલ પોઝિટિવ કોન્ટેક્ટના કોરેન્ટાઇનની તપાસ સેન્ટ્રલ ટીમ કરશે

પાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સામાન્ય ધંધાર્થીઓના ટેસ્ટિગ અભિયાન ચાલી રહ્યાં છે. કેશિયર-એકાઉન્ટન્ટો, કુરિયર-ફુડ ડિલિવરી સંસ્થા, ઓટોગેરેજ, રિક્ષા ચાલકો, પાનના ગલ્લા ચા-વાળા સહિતના પ્રોફેશનલોને આવરી લેવાયા છે અત્યાર સુધી માં 43 સુપર સ્પ્રેડરો પોઝિટિવ આવ્યા છે. જેમને આઇસોલેશન હેઠળ ખસેડાયા છે. પ્રોફેશનલ પોઝિટિવ કોન્ટેક્ટ ને પર્સનોને કોરન્ટાઇન કરાયા છે કે નહીં સાથે યુનિટ-દૂકાનો બંધ કરવામાં આવે છે કે નહીં તેની સેન્ટ્રલી ટીમ પાસે ચેકિગ કરવા કમિશનરે સૂચના આપી છે. જે તે ઝોનમાં પોઝિટિવ ના અન્ય ઝોનમાં કોન્ટેક્ટ પર્સન હોય તેને કોરન્ટાઇન કરાવવા સેન્ટ્રલી ટીમે તપાસ કરવાની રહેશે.

સેન્ટ્રલી ટીમને પણ કમિશનર બંછાનિધિ પાનીએ મેદાનમાં ઉતારી
કોરોના દર્દીઓ ને શોધી સારવાર ની ક્વાયત પાલિકા કરતી આવી છે, તેમ છતાં કોરોના સુપર સ્પ્રેડરો વધતાં પાલિકાએ હાથ ધરેલા ટેસ્ટિગના મોટા અભિયાનમાં પણ પ્રોફેશનલો પોઝિટિવ આવી રહ્યાં છે. તેમજ તેના કોન્ટેક્ટ પર્સનને કોરન્ટાઇન કરવામાં ચૂક વર્તાય તેમ હોય સેન્ટ્રલી ટીમને પણ કમિશનર બંછાનિધિ પાનીએ મેદાનમાં ઉતારી છે.

પાન ગલ્લા અને ચા વાળાના 855 ટેસ્ટિગ, સાત પોઝિટિવ
ગત 10મીએ ગુરુવારથી હાથ ધરાયેલા ટેસ્ટીગ અભિયાન માં 8 રિક્ષા ચાલકો બાદ 11મીએ શુક્રવારે 10 કેશીયરો-એકાઉન્ટન્ટો, શનિવારે કુરિયર-ફૂડ ડિલીવરી સંસ્થાઓમાં 9 પોઝિટિવ આવ્યા છે. રવિવારે સલુનોમા કરાયેલા કુલ 650 ટેસ્ટોમાં માત્ર એક પોઝિટિવ નોંધાયો છે. સોમવારે ઓટો ગેરેજવાળાના 860 ટેસ્ટ માં 8 પોઝિટિવ આવ્યા હતાં. મંગળવારે પાન ગલ્લા-ચા વાળાના 855 ટેસ્ટિગ કરાતા 7 પોઝિટિવ નોંધાયા છે.

કતારગામ ઝોનની ઢીલી કામગીરી
કતારગામમાં ડાયમંડ યુનિટો માં પોઝિટિવ કેસ આવતા તેમજ પ્રોફેશનલ કોન્ટેક્ટ અંગે યુનિટો બંધ નહી કરાતા કમિશનરે સ્પેશિયલ ઓફિસર એસ.કે. લાધા ને મોનિટરીંગ કરવા સુચના આપી છે. એઆરઆઇ દર્દીઓનો ટેસ્ટ ધનવંતરી રથમાં કરાઇ રહ્યો છે. એઆરઆઇ દર્દીઓ નેગેટિવ આવે તો પણ તેવા ઘરોને ત્રીજા દિવસે મોનિટરીંગ કરવા કમિશનરે સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...