• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 42 Crore Checks Distributed To Farmers For Land Acquisition In Surat District For Construction Of Vadodara Mumbai Express Highway

વળતર:વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈ વેના નિર્માણ માટે સુરત જિલ્લાની જમીન સંપાદન બદલ ખેડૂતોને 42 કરોડના ચેક  વિતરણ કરાયા

સુરત16 દિવસ પહેલા
બારડોલી તાલુકાના નિણત, નોગામા અને ભુવાસણ ગામના 28 ખેડૂત ખાતેદારોને વળતર અપાયું હતું.
  • ખેડૂતોએ પોતાની જમીન માટે માંગેલા વળતર કરતાં પણ વધુ વળતર અપાયું- સી.આર.પાટીલ

સુરત જિલ્લામાંથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણ માટે સંપાદિત જમીન માટે ખેડુત ખાતેદારોને સાંસદ સી.આર.પાટીલ અને જિલ્લા કલેકટર આયુષ ઓકના હસ્તે બારડોલી તાલુકાના નિણત, નોગામા અને ભુવાસણ ગામના 28 ખેડૂત ખાતેદારોને 42 કરોડના વળતરના ચેકો એનાયત કરીને વળતર આપવાનો પ્રારંભ કરાયો હતો.

ભાજપ પ્રમુખ પાટીલએ ખેડૂતોની કામગીરીને બિરદાવી હતી.
ભાજપ પ્રમુખ પાટીલએ ખેડૂતોની કામગીરીને બિરદાવી હતી.

માગ પ્રમાણે વળતર
વડોદરા મુંબઇ એક્સપ્રેસ હાઇવેને લઈને જમીન સંપાદનની કામગીરી ઘણા સમયથી ચાલી રહી હતી. જેમાં ખેડૂતો દ્વારા સમયાંતરે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ કે, જે વળતર આપવામાં આવી રહ્યું હતું. તે ખૂબ જ ઓછું હતું અને તેને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ખેડૂતોએ ખૂબ જ લાંબી લડાઈ લડયા બાદ તેમને પોતે માંગ મુજબનું વળતર સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે. આજે ચેક આપવામાં આવ્યા હતા, તે ટોકન રૂપિયા હતા આગામી દિવસોમાં તમામ ખાતેદારોના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા નિયત કરાયેલ વળતર ચૂકવી દેવામાં આવશે.

2011ના વર્ષની જંત્રીને બદલે હાલમાં વળતરમાં આપવામાં આવશે
2011ના વર્ષની જંત્રીને બદલે હાલમાં વળતરમાં આપવામાં આવશે

ખેડૂતોની પ્રશંસા કરાઈ
જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજીત કાર્યક્રમ પ્રસંગે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડોદરા-મુંબઈ હાઈવે માટે સંપાદિત જમીનો માટે સુરત જિલ્લાના 32 ગામોના 1200 ખાતાઓના 5000 ખાતેદારોને 2200 કરોડનું સંતોષકારક વળતર મળી રહ્યું છે. જે આજે આપવાની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ 2011ના વર્ષની જંત્રીને બદલે હાલમાં વળતરમાં આપવામાં આવશે. ખેડૂતોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે ખેડૂતોએ પોતાનો વિરોધ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને યોગ્ય દિશામાં નોંધાવ્યો હતો. કોઈ પણ પ્રકારનો હિંસક આંદોલન તેમના દ્વારા કરવામાં આવ્યો ન હ.તું તે ખરેખર આવકારવા યોગ્ય છે. ખેડૂતો દ્વારા પોતાની જમીન સંપાદન માટેની જે માંગી હતી તે યોગ્ય સ્થાને યોગ્ય રીતે કરવામાં આવતા આખરે તેમને લાભ થયો છે, અને સરકારે પણ ખેડૂતોની માંગણી પૂર્ણ કરવા માટેના તમામ પ્રયાસો કર્યા છે.