ધો. 1થી 5ની શાળા શરૂ:સુરતમાં 1 જ દિવસમાં 40 લાખના 5000 યુનિફોર્મ વેચાયા, સ્ટોક ખાલી, નવા ઓર્ડર અપાયા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતી વંદના સાથે સ્કૂલ શરૂ. - Divya Bhaskar
સરસ્વતી વંદના સાથે સ્કૂલ શરૂ.
  • ધો.1થી 5માં 45% હાજરી, 90% વિદ્યાર્થી યુનિફોર્મ વિના આવ્યા
  • ડીઇઓનો દાવો, પ્રથમ દિવસે ધો. 1થી 5માં 45% હાજરી જ્યારે સરકારના આંકડા મુજબ 24 ટકા વિદ્યાર્થી હાજર રહ્યા
  • 2 વર્ષ પછી ધો. 1થી 5 શરૂ થતા યુનિફોર્મ ખરીદવા પડાપડી, 65% વાલીઓની બાળકોને સ્કૂલે મોકલવા સંમતિ, કેટલીક સ્કૂલના વર્ગો શરૂ થતા સપ્તાહ લાગશે

દિવાળી વેકેશન પૂરુ થતાં સોમવારથી સ્કૂલોનો પ્રારંભ થયો હતો. બે વર્ષ પછી ધોરણ.1 થી 5 ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરવા માટે સરકારે મંજૂરી આપતા સંખ્યાબંધ સ્કૂલોમાં વર્ગો શરૂ થયા હતા. જિલ્લા શિક્ષણાધિકારીના દાવા મુજબ પ્રથમ દિવસે ધો.1 થી 5 માં 45 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા જયારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ 24 ટકા હાજરી હતી. જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યાં તેમાંથી 90 ટકા વિદ્યાર્થી યુનિફોર્મ વિના આવ્યા હતા.

તો બીજી તરફ, યુનિફોર્મ લેવા માટે વાલીઓની પડાપડી જોવા મળી હતી. શહેરમાં અંદાજે પચાસ જેટલા યુનિફોર્મ શોપમાંથી પ્રથમ દિવસે અંદાજે 40 લાખના 5000 યુનિફોર્મ વેચાયા હોવાનું વેપારીઓનું કહેવું છે. યુનિફોર્મ વેચતા વેપારી રસીક તન્ના અને અંકુર ઠક્કરે કહ્યું કે બે વર્ષ પછી યુનિફોર્મ માટે ઘરાકી નીકળતાં જૂનો સ્ટોક ખાલી થઈ જવાને આરે છે.

મણીલાલ સ્ટોર્સના ઓનર્સ અમીત આધ્યએ જણાવ્યું કે, સોમવારે અમારા 4 સ્ટોરમાંથી 500થી વધુ યુનિફોર્મ વેચાયા હતા. જૂનો સ્ટોક ખાલી થઈ જતા નવાના ઓર્ડર પણ અપાયા છે.

પરફેક્ટ યુનિફોર્મના ઓનર્સ અઝીમ પરફેર્ટવાલાએ કહ્યું કે, અમારે ત્યાંથી સ્ટોર્સથી 150થી વધારે યુનિફોર્મ વેચાયા છે. ધો.1થી 5ના વિદ્યાર્થીઓના યુનિફોર્મની ડિમાન્ડ વધી છે.

પ્રથમ દિવસે 21 સ્કૂલોના 437 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા, એક પણ પોઝિટિવ નહીં
ધોરણ 1 થી 5 સાથે સોમવાર થી સ્કૂલો શરૂ થઈ ગઈ છે દિવાળી બાદ કોરોનાના નોંધાઇ રહેલા કેસોને પગલે પાલિકાના આરોગ્ય વિભાગે તકેદારીરૂપ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કર્યા હતા. પાલિકાની જુદી જુદી 15 ટીમોએ શહેરની 21 સ્કૂલોમાં જઈ કૂલ 437 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવમાં આવ્યા છે તેમાં એક પણ કેસ પોઝિટિવ મળ્યો નથી. સ્કૂલોમાં વિદ્યાર્થીઓના ટેસ્ટની રૂટિન કામગીરી આગામી દિવસોમાં પણ જારી રહેશે.

અન્ય સમાચારો પણ છે...