તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:2 મહિના બાદ આજથી 400 હોટલ અને 350 જીમ ખુલશે

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 150થી વધુ મંદિરો પણ શરૂ થશે
  • નેચરપાર્ક અને એક્વેરિયમ ચાલુ

કોરોનાના કારણે છેલ્લા 2 મહિનાથી બંધ 400થી વધુ હોટલ-રેસ્ટોરન્ટ, 150થી વધુ મોટા મંદિરો, સિટી બસ સેવા, નેચર પાર્ક, એક્વેરિયમ તેમજ 350થી વધુ જીમ આજથી 50 ટકાની ક્ષમતા સાથે ખુલી જશે. કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમણ વધતા સિટી બસ સહિત મંદિર, હોટલ-રેસ્ટોરન્ટ, પાર્ક, એક્વેરિયમ, જીમ સહિતની સેવાઓ બંધ કરાઈ હતી. હાલ સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે શુક્રવારથી તમામ સેવાઓ ફરી એકવાર શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. પાલિકાએ શુક્રવારથી સિટી બસો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આજથી રેલવે સ્ટેશનથી ત્રણ રૂટ પર 44 બસો દોડતી થઇ જશે. સિટી બસ સેવા 17 માર્ચ 2021થી બંધ છે.

જીમ પણ આજથી શરૂ થઈ રહ્યા છે. જોકે કસરત કરનારાઓએ માસ્ક અને ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. જોકે, હાલ કુલ ક્ષમતાના 50 ટકા લોકો જ એક સાથે કસરત કરી શકશે. શહેરના મોટા ભાગના મંદિરો પણ આજથી શરૂ થઈ જશે. હોટલ અને રેસ્ટોરન્ટ પણ આજથી શરૂ થઈ રહ્યા છે જેને પગલે ગુરૂવારે એસઓપીને લઈ તૈયારીઓ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...