તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:કોરોના સિવાયની ડ્યૂટી ન કરવા 400 તબીબની આજથી હડતાળ

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • નોન ઓપોડી બંધ કરવાની રેસિડન્ટ તબીબોની માંગ

કોરોનાની કહેર વચ્ચે સિવિલના 400 રેસિડન્ટ તબીબોએ કોવિડ વોર્ડમાં સારવાર ન કરવાનો નિર્ણય કર્યો છે. તબીબોની માંગ છે કે કોરોનાને કારણે તેમનો વર્ક લોડ ખુબ જ વધ્યો છે જેથી નોન કોવિડ ઓપીડીની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો આજથી અમે કોવિડ ડ્યુટીથી અળગા થઈ જઈશું. આ સાથે તેમણે કોવિડ ડ્યુટી બદલ 25 હજાર પ્રોત્સાહન રાશી આપવાની પણ માંગ કરી છે. આ મામલે સિવિલ મેડિકલ કોલેજના ડિન ડો. ઋતુંભરાએ જણાવ્યું હતું કે ‘અમે આ બાબતની જાણ ગાંધીનગર કરી છે.’

બંને પ્રકારની ડ્યુટીથી અમારું ભારણ વધ્યું છે
કોવિડ અને નોન કોવિડ બંને પ્રકારના દર્દીઓની સારવાર કરી રહેલા રેસિડન્ટ ડોક્ટરોનું કહેવું છે કે બંને પ્રકારની ડ્યુટીથી અમારું કામનું ભારણ વધ્યું છે. નોન કોવિડ ઓપીડી તાત્કાલિક બંધ થવી જોઈએ.

કોવિડ હોસ્પિટલ ફૂલ, સિવિલમાં 183 બેડ બાકી
સિવિલમાં આવેલી કોવિડ હોસ્પિટલ ફૂલ થઇ ગઇ છે, જ્યારે સિવિલની બિલ્ડીંગમાં પણ માત્ર 183 બેડ બાકી છે. કિડની હોસ્પિટલમાં કોરોનાની OPD શરૂ કરી છે તેમજ વલસાડથી 16 રેસિડન્ટ તબીબ બોલાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો