તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ લટકી:400 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ, આરોપીને કોરોના થતા તપાસ લટકી

સુરત20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીાર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીાર.
 • 5 કરોડથી વધુની ક્રેડિટ પાસઓન કરનાર તમામ નિશાના પર
 • ક્રેડિટના રૂપિયા રીઅલ એસ્ટેટ ક્ષેત્રે રોકાયા હોવાની દિશામાં તપાસ થશે

રૂપિયા 400 કરોડના બોગસ બિલિંગ સ્કેન્ડલમાં સંડોવાયેલાં અડાજણ પાટિયાના રહીશ ઈમ્તિયાઝ ગોડિલની ધરપકડ બાદ સીજીએસટી દ્વારા ક્રેડિટ પરત લેવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. પરંતુ હાલમાં તેનો કોરોના પોઝિટિવ આવતાં તપાસ અટકી ગઈ છે. કુલ 5 થી 7 પેઢીમાં 10થી વધુ પેઢીમાં મુખ્યત્વે ક્રેડિટ પાસઓન કરાઈ હોય હવે તમામ ક્રેડિટ લાભાર્થીઓને સમન્સ આપીને જવાબો લેવામાં આવી રહ્યા છે. તપાસકર્તા અધિકારીએ કહ્યુ કે, પાંચ કરોડથી વધુની ક્રેડિટ કોઈએ લીધી હશે તો તેની પણ ધરપકડ થઈ શકે છે. આ કાંડમાં કુલ 22 કરોડની ક્રેડિટ પાસઓન કરવામાં આવી છે.

આઇટી કુલ 26 કેસોમાં તપાસ કરશે
​​​​​​​બોગસ બિલિંગ કાંડમાં આઇટી કુલ 26 કેસમાં તપાસ કરનાર છે, જેમાં અધિકારીઓને માહિતી મળી છે કે, બોગસ રીતે વસુલ કરાયેલી ક્રેડિટને સીધી રીતે રીઅલ એસ્ટેટમાં રોકવામાં આવી છે. અડાજણ પાટિયા વિસ્તારમાં અનેક પ્રોજેક્ટમાં આ રીતે રોકાણ કરવામાં આવ્યું હોવાની વાત છે. સમગ્ર રાજયમાં કુલ 56 કેસ પસંદ કરવામાં આવ્યા છે તેમાં પણ મોટાભાગના ક્રેડિટના રૂપિયા રીઅલ એસ્ટેટ ક્ષેત્રે જ ગયા હોવાની માહિતી મળી રહી છે. ક્રેડિટના રૂપિયા રીઅલ એસ્ટેટમાં ફેરવવા માટે ડિપાર્ટમેન્ટનો ગાળિયો નઇમ ફરતે કસાયો છે.

મશીન વેચનારાઓની તપાસ હજુ ચાલુ
દીયોરા એન્ડ ભંડેરી પર આઇટીની તપાસ દરમિયાન કેટલાંક ઇનપુટ ડિપાર્ટમેન્ટને મળ્યાં છે જેમાં સ્કેનિંગ મશીન બીજા કેટલાંક લોકો પણ બનાવી રહ્યા હોવાની માહિતી મળી છે. દીયોરાના કેસમાં હજી 1200 મશીનનું વેલ્યુએશન ચાલુ છે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ આગળની રણનીતિ નક્કી કરશે. દરમિયાન કલસરિયા અને દાઢીની હલચલ પર ડિપાર્ટમેન્ટ નજર રાખીને બેઠું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો