દુષ્કર્મ આચર્યુ:સુરતના પાંડેસરામાં ચાર વર્ષીય બાળકીનું અપહરણ કરી 40 વર્ષીય નરાધમે બળાત્કાર ગુજાર્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી અજય - Divya Bhaskar
આરોપી અજય
  • ઘર પાસે રમતી બાળકીને આરોપી અજય પટેલ તેના ઘરે લઇ ગયો હતો
  • ઘટના વિશે ​​​​​​​બાળકીએ માતાને જણાવતા ખબર પડી, લોકોએ પોલીસને સોંપ્યો

પાંડેસરામાં શ્રમજીવી પરિવારની વધુ એક બાળકી હવસખોરનો ભોગ બની છે. ઘર પાસે રમી રહેલી 4 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેને પોતાના રૂમમાં લઈ ગયો હતો. જ્યાં 40 વર્ષના નરાધમે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો.દુષ્કર્મ આચર્યા બાદ નરાધમ બાળકીને જ્યાં રમતી હતી ત્યાં મૂકી ગયો હતો. બાળકીને દુખાવો થતાં તેણે તેની માતાને આ વાત જણાવી હતી. લોકોએ પકડીને આરોપીને પોલીસને સોંપ્યો છે.

પાંડેસરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર મૂળ બિહારના ઔરંગાબાદનો નિતેશ( નામ બદલ્યું છે) પરિવાર સાથે પાંડેસરાના વડોદ ગામની સીમમાં રહે છે.પરિવારમાં પત્ની ઉપરાંત ત્રણ સંતાન છે. સૌથી નાની દીકરી 4 વર્ષની રિયા(નામ બદલ્યું છે) છે. રવિવારે બપોરે રિયાની માતા ઘરની નીચે કપડા ધોતી હતી.

રિયા થોડા અંતરે રમતી હતી.તે સમયે આરોપી અજય રામાભાઈ પટેલ(40 વર્ષ.રહે. એસએમસી આવાસ,વડોદ) રિયાનું અપહરણ કરીને પોતાના ઘરે લઈ ગયો હતો.ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ થોડા સમયમાં ફરીથી તે જ્યાં રમતી હતી ત્યાં મુકીને જતો રહ્યો હતો. થોડા સમયમાં રિયાની માતા તેને ઘરં લઈ ગઈ હતી.ત્યાં તેણીને પ્રાયવેટ પાર્ટમાં દુખાવો થતો હતો.

રિયાએ તેની માતાને કહ્યું કે અજય અંકલ તેને લઈ ગયો અને તેની સાથે ખરાબ કામ કર્યું હતું. રિયાની માતાએ પતિની રાહ જોઈ હતી. સાંજે તેનો પતિ આવ્યો હતો. ત્યારે આ ધટના વિશે જણાવ્યું હતું. રાત્રે અજય આવતા તેને પકડી લીધો હતો. અજયે કહ્યું કે તેને રિયા સાથે કાંઈ નથી કર્યું. ત્યારે રિયાએ બધાની વચ્ચે કહ્યું કે અજય અંકલે તેની સાથે ખરાબ કામ કર્યું હતું. લોકોએ અજયને પકડી લીધો હતો. રિયાની માતાએ ફરિયાદ આપતા પાંડેસરા પોલીસે અપહરણ,બળાત્કાર, પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરીને અજયની ધરપકડ કરી છે.

આરોપી રિયાના ઘરે પાણી આપવા આવતો હતો
મૂળ નડિયાદના રામનગરનો અજય પટેલ વર્ષોથી આવાસમાં રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરીઓ અને એક દીકરો છે. તે સવારે પિવાના પાણીનો બાટલો ઘરેઘરે નાખવાનું કામ કરે છે. બપોર બાદ મજુરી કામ કરે છે. તે પાંચ દિવસથી રિયાના ઘરે પાણીનો બાટલો નાખવા જતો હતો. એટલે રિયા તેને ઓળખતી હતી.

અન્ય સમાચારો પણ છે...