તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 40 Students Who Stole In Online Exams Of The University Were Punished, For Stealing In July August Exams, Rs. Order To Re examine With 500 Fine

હુકમ:યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં ચોરી કરનારા 40 છાત્રો દંડાયા, જુલાઇ-ઓગસ્ટની પરીક્ષામાં ચોરી કરી હતી, રૂ. 500 દંડ સાથે ફરી પરીક્ષા આપવા આદેશ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જૂલાઇ અને ઓગસ્ટ મહિનામાં ઓનલાઇન પરીક્ષામાં 40 વિદ્યાર્થીઓએ ગેરરીતિ કરી હોવાનું સાબિત થયું છે. જેમને યુનિવર્સિટીએ રૂ. 500નો દંડ કરવાની સાથે ફરીથી પરીક્ષા અપાવવાનો આદેશ કર્યો છે. કોરોના વાયરસના કહેરને જોતા યુનિવર્સિટીએ અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના જુદા જુદા કોર્સોની ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતોે. દરમિયાન જૂલાઇ અને ઓગસ્ટ મહિનામાં 30 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા આપી હતી.

જેમાં શંકાપસ્દ ગેરીતિ કરતા 150 વિદ્યાર્થીઓ પકડાયા હતા. આ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની ફેક્ટે સોમવારે યુનિવર્સિટી બોલાવ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા સમયના રેકોર્ડિંગની તપાસ કરાઈ હતી જેમાં 40 વિદ્યાર્થીઓ ગેરરીતિ સાબિત થઇ હતી. જેને કારણે ફેક્ટે આ વિદ્યાર્થીઓને રૂપિયા 500નો દંડ કર્યો હતો અને તેમને ફરી પરીક્ષા આપવાનો પણ આદેશ કર્યો હતો. ફેક્ટના સૂત્રો કહે છે કે, આ વિદ્યાર્થીઓમાં કોઇ હેડ ફોન લગાડી બેઠો હતો તો કોઇની પાસે મોબાઇલ હતો.

કોઇ વિદ્યાર્થીઓના હાથમાં સાહિત્ય પણ દેખાય આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષા લઇ રહી છે. જેમાં વિદ્યાર્થીઓએ ઘરે બેઠા પરીક્ષા આપવાની હોય. જોકે, ઘણા વિદ્યાર્થીઓ ગેરફાયદો ઉઠાવીને આ રીતે ચોરી કરી રહ્યા છે. યુનિવર્સિટીનું સોફ્ટવેર આવા વિદ્યાર્થીઓના સ્ક્રિનશોટ લઈ લેતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...