ચૂંટણીનો પ્રચાર:ચૂંટણીને 7 દિવસ બાકી છતાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકો સુરત આવ્યા જ નહીં

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને માત્ર 7 દિવસ છેટા રહ્યા છે. ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો ઉમેદવારોના પ્રચાર માટે સતત સુરતનો પ્રવાસ કરી રહ્યાં છે.ત્યારે દેશની સૌથી જૂની અને મોટી પાર્ટી કોંગ્રેસ આ બાબતે સૌથી પાછળ જોવા મળી રહી છે. જેમાં કોંગ્રેસ તરફથી અત્યાર સુધી માત્ર અશોક ગહેલોત અને પ્રમોદ તિવારી સિવાય અન્ય કોઇ સ્ટાર પ્રચારક સુરત આવ્યા નથી.

કોંગ્રેસની લિસ્ટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલિલ્કાર્જુન ખડગે, રાહુલગાંધી,પ્રિયંકા ગાંધી સહિત 40 સ્ટાર પ્રચારકોના નામો લિસ્ટમાં સામેલ છે.છતાં તેમનામાંથી એક પણ પ્રચારક સુરત આવ્યા નથી. બીજી તરફ ભાજપે યોગી આદિત્યનાથ,દેવેન્દ્ર ફડણવીસ,ભૂપેન્દ્ર પટેલ,અનુરાગ ઠાકુર,પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સુરત આવી ચૂક્યા છે.જ્યારે આપ તરફથી કેજરીવાલ,ભગવતમાન અને સંજયસિંહે સુરતમાં પ્રચાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...