કાર્યવાહી:મધરકૂઈમાં 4 વર્ષની બાળાને ફાડી ખાનારો દીપડો પાંજરે પુરાયો, દીપડાને સળગાવી દેવા જીદે ચઢેલા ટોળાને વિખેરવા ફાયરિંગ

માંડવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંજરે પુરાયેલ દીપડો - Divya Bhaskar
પાંજરે પુરાયેલ દીપડો
  • 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ ટોળું વિખેરાયું, બાદમાં મોડી રાત્રે વનવિભાગે દીપડાને સલામત સ્થળે ખસેડ્યો

માંડવી તાલુકાના મધરકૂઈ ગામે 15મી ક્ટોબરના રોજ 4 વર્ષીય બાળકીને દીપડો ઉપાડી જતા મોત નીપજ્યું હતું. ત્યારબાદ આજે મોડી સાંજે પાંજરે પુરાયેલા દીપડાને સળગાવી દેવા માટે આજુબાજુમાંથી દોડી આવેલા લોકટોળાએ જીદ પકડી હતી. જેને લઇ પોલીસ અને વનવિભાગને તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટોળુ કાબૂમાં ન આવતા 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ મોડી રાત્રે વનવિભાગ દ્વારા કબજો લઇ સલામત સ્થળે લઇ જવાયો હતો.

માંડવી તાલુકાના મધરકૂઈ ગામની 4 વર્ષીય બાળકી આરવી પરી દીપડાએ હુલમો કર્યો હતો. જેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ કોલસાણા ગામે વનીબહેન ચૌધરી (70) વૃદ્ધા પર પણ હુમલો કર્યો હતો. બંને ઘટના બાદ વનવિભાગે દીપડાને પાંજરે પુરવા માટે એક્સપર્ટની ટીમ બોલાવી દીપડાને પકડવા જહેમત ઉઠાવી હતી. ત્યારબાદ આજે રાત્રે 8.30 વાગ્યે મધરકૂઈ ગામે દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો હતો. પરંતુ દીપડો પાંજરે પુરાયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આજુબાજુના ગામના લોકોનું ટોળુ દોડી આવ્યું હતું. અને પાંજરે પુરાયેલા દીપડાને જાણે કબજો લઈ લીધો હતો, અને દીપડાને સળગાવી દેવાની જીદે ચઢ્યું હતું. પોલીસ તથા વનવિભાગ દ્વારા લોકટોળાને સમજાવવાનો પ્રયત્નો બાદ પણ ટોળું દીપડાને મારી નાખવાની જીદ પર અડગ રહેતા આખરે 5 રાઉન્ડ ફાયરિંગ કરી ટોળું વિખેરી દેવાયું હતું. અને દીપડાને સલામત સ્થળે લઇ જવાયો હતો.

વિફરેલા ટોળાએ પાંજરા પર પર પથ્થરમારો કર્યો
દીપડો પકડાયો જે અંગેની જાણ ગ્રામજનોને તથા આજુબાજુના ગામમાં થતા લોકો મોટું ટોળુ મધરકૂઈ ગામે આવ્યું હતું અને દીપડાના પાંજરા પર પથ્થર મારો કર્યો હતો.

દીપડો પકડાયા વાત ફેલાતા અન્ય ગામના લોકો પણ સ્થળ પર ઉમટ્યા
સ્થાનિક આગેવાનો દ્વારા જણાવાયું હતું કે સ્થાનિક લોકો સિવાયના બહારથી આવેલા લોકો દીપડાના પંજરાની આજુબાજુ કબજો જમાવી દીધો હતો. અને આ લોકો દીપડાને સળગાવી દેવાની જીદ કરી રહ્યા હતાં.

દીપડો મારી નજર સામેથી ગયો હતો
હું ઘરમાં જમી રહ્યો હતો ત્યારે મારી નજર સામેથી દીપડો ખેતર તરફ જતો રહ્યો હતો. થોડીવાર બાદ પાંજરુ પડવાનો અવાજ આવ્યો હતો. ત્યારબાદ દીપડાએ ત્રાડ પાડતાં ખબર પડી કે દીપડો પાંજરે પુરાયો છે. > અંકિત ગામીત, ફસ્ટ પર્સન

અન્ય સમાચારો પણ છે...