તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાલો, બાળકો પાસેથી કંઈક શીખીએ:ઓક્સિજનનું મહત્ત્વ સમજાવવા સુરતનો 4 વર્ષીય દિયાંશ રોડ પર પર્યાવરણ બચાવાની અપીલ કરી રહ્યો છે

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
4 વર્ષના દિયાંશ દૂધવાલાની પ્લાન્ટ સાથેની તસવીર - Divya Bhaskar
4 વર્ષના દિયાંશ દૂધવાલાની પ્લાન્ટ સાથેની તસવીર

આખું વિશ્વ જયારે કોરોના મહામારીના ભરડામાં સપડાયું છે ત્યારે આ મહામારીનો ભોગ વૃદ્ધો, યુવાનો અને બાળકો સૌ કોઈ બની રહ્યા છે તેવા સમયે લોકોને બચવા માટેનો છેલ્લો આધાર ઓક્સિજન છે તેવા સમયે સુરતના ફક્ત 4 વર્ષના દિયાંશ દૂધવાલા નામના બાળકે જીત ફાઉન્ડેશન ઇન્ડિયા નામની સેવાભાવી સંસ્થાના સહયોગથી પારદર્શક કન્ટેનરમાં એક છોડ રોપી તે છોડમાંથી જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને તે ઓક્સિજનને ઓક્સિજન માસ્ક દ્વારા સીધે સીધો શ્વાસ દ્વારા શરીરમાં લઇ શકાય તેવો મેસેજ આપતા એક ઉપકરણ સાથે સુરતમાં અઠવાગેટ સર્કલ પર ઉતરી લોકોને સંદેશો આપવા પ્રયાસ કર્યો હતો.

  • વૃક્ષોની આ ધરતી પર તાતી જરૂરિયાત છે અને વૃક્ષો છે તો જ ઓક્સિજન છે. જો લોકો વૃક્ષોનું જતન નહી કરે તો એ દિવસો પણ દુર નથી કે બાળકોના ખભા પર સ્કૂલ બેગની જગ્યાએ ઓક્સિજન માટે આવા ઉપકરણો લઈને ફરવું પડશે. - દિયાંશ
અન્ય સમાચારો પણ છે...