રેલવેનો નિર્ણય:બાંદ્રા-ઇજ્જતનગર સ્પેશિયલ સહિત 4 ટ્રેનના ફેરા લંબાવાયા

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસાફરોની માગણીને ધ્યાને રાખી રેલવેનો નિર્ણય
  • અગાઉ સૂચિત કરેેલી તારીખોમાં 2 મહિના સુધીના ફેરફાર

મુસાફરોની માંગ અને ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ વિશેષ ભાડા પર 4 ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે. બાંદ્રા ટર્મિનસ - ઇજ્જતનગર દ્વિ-સાપ્તાહિક વિશેષ જે 29મી જુલાઈ સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 5મી ઓગસ્ટથી 19મી ઓગસ્ટ અને 16મી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

આ ઉપરાંત ઇજ્જતનગર - બોરીવલી દ્વિ-સાપ્તાહિક વિશેષ જે 30મી જુલાઈ સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 6ઠ્ઠી ઓગસ્ટથી 20મી ઓગસ્ટ સુધી અને 17મી સપ્ટેમ્બરથી 1મી ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલ - કાઠગોદામ સાપ્તાહિક વિશેષ જે 27મી જુલાઈ સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 3મી ઓગસ્ટથી 17મી ઓગસ્ટ સુધી અને 14મી સપ્ટેમ્બરથી 28મી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

આ સાથે જ રેલવે તંત્રએ કાઠગોદામ – મુંબઈ સેન્ટ્રલ વીકલી સ્પેશિયલ જેને 28મી જુલાઈ સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 4મી ઓગસ્ટથી 18મી ઓગસ્ટ સુધી અને 15મી સપ્ટેમ્બરથી 29મી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે એવું અ્ધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...