સિવિલ-સ્મીમેરમાં ડેંગ્યુ-મલેરીયાની સરખામણીમાં કુતરા કરડવાના કેસ 4 ગણા નોંધાયા છે. કુતરાના આતંકથી પરેશાન ઘણા લોકોએ દિવ્ય ભાસ્કરને કોલ કરી અસલામતીની લાગણી વ્યકત કરી હતી. ઘણાની ફરીયાદ હતી કે બાળકો બહાર નીકળતા ડરી રહ્યા છે. મોડી રાત્રે નોકરી પરથી ઘરે પરત થતા બાઈકસવારો સતત ભય સેવી રહ્યા છે.
લોકોએ પોતાની ફરીયાદ તંત્ર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી. એકે રોડની હંસ સોસાયટીમાં કુતરાના હુમલાથી ડરી ગયેલી 5 વર્ષની રાવિ આ અંગેની વાતથી પણ ડરે છે. રહીશો પણ એટલા ડરી ગયા છે કે બાળકોને હાલ એકલા ઘરની બહાર નીકળવા દેતા નથી. એક માત્ર આપના કોર્પોરેટર નિરાલી પટેલ રાવીની ખબર પુછવા હોસ્પિટલ ગયા હતા અને મંગળવારે કોલ પણ કર્યો હતો.
લોકોએ ભાસ્કરને કોલ કરીને આ ફરિયાદો કરી
- શીતલ પટેલ, મીરાં નગર, વરાછા હું ટ્યુશન ચલાવું છું. શેરીમાં 5થી 6 કુતરા નાના બાળકોની પાછળ દોડે છે.
- દિપેશ બેદીવાલા - અડાજણ- રાત્રે જોબ પરથી ઘરે આવતી વખતે સ્ટેશનથી ઘર સુધીમાં 200થી વધુ કુતરાઓને ફેસ કરૂ છુ. પાલિકામાં ફરીયાદ કરવા છતા કોઈ ફેર પડ્યો નથી.
- વરૂણ મોદી, રાજહંસ કેમ્પસ, પાલ અમારી સોસાયટીમાં કુતરાઓનો ત્રાસ છે. પાલીકામાં ફરીયાદ કરી છે. કેમ્પસમાં 15થી 20 લોકોને કુતરા કરડ્યા છે.
- રમેશ પટેલ, માનદરવાજા આંબેડકર પ્રતીમા આસપાસ અનેક રાહદારીને કુતરા કરડ્યા છે.
- જયશ્રી પંડ્યા, હીમગીરી બંગલો, પીપલોદ અમારી સોસાયટીમાં બે કુતરા લોકો પાછળ દોડે છે. મોટા લોકો પણ બહાર નીકળતા ડરે છીએ. કોર્પોરેશનમાં ફરીયાદ પણ કરી છે.
- મીનાબેન, ધર્મયુગ સોસાયટી, ઉધના અમારે ત્યાં પણ કૂતરાનો બહુ ત્રાસ છે. એકે રોડની ઘટના વાંચીને અમારા બાળકો માટે ચિંતા થાય છે. પાલીકામાં ફરિયાદ કરી છે.
છેલ્લા 4 મહિનામાં નોંધાયેલા કેસ
મહિનો | ડેંગ્યુ | મેલેરિયા | ડોગબાઈટ |
સપ્ટેમ્બર | 370 | 324 | 1141 |
ઓક્ટો. | 333 | 361 | 1383 |
નવેમ્બર | 288 | 332 | 1723 |
ડિસેમ્બર | 234 | 275 | 1992 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.