તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આઈઆરસીટીસી દ્વારા 4 વિશેષ ટુરિસ્ટ ટ્રેન ચલાવવાની પહેલ કરવામાં આવી છે.ફેબ્રુઆરીમાં 2 પીલીગ્રીમ સ્પેશ્યલ ટુરિસ્ટ ટ્રેન અને માર્ચમાં બે ભારત દર્શન ટ્રેનો દોડાવવામાં આવશે. તમામ ટ્રેનો રાજકોટથી શરુ થશે અને રાજકોટ જ પરત આવશે. ટ્રેન મુસાફરી, ભોજન, માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા અને એનાઉન્સમેન્ટની સુવિધા હશે.
આ તમામ વિશેષ ટ્રેનો પૈકી દક્ષિણ દર્શન ટ્રેન અનુક્રમે દક્ષિણ ભારતના રામેશ્વરમ,મદુરાઈ અને કન્યાકુમારી સહિતના સ્થળોએ જશે. નમામી ગંગે વિશેષ ટ્રેન વારાણસી,ગયા,કોલકાતા,ગંગા સાગર અને પુરી સહિતના સ્થળોએ જશે. કુમ્ભ હરિદ્વાર ભારતદર્શન ટ્રેન મથુરા, હરિદ્વાર, ઋષિકેશ ,અમૃતસર અને વૈષ્ણોદેવી જશે જ્યારે દક્ષિણ ભારત દર્શન વિશેષ ટ્રેન રામેશ્વરમ,તિરુપતિ અને મૈસુર સહિતના સ્થળોએ જશે.જેનો લાભ દ.ગુ.ના લોકોને પણ મળશે.
મેમુ ટ્રેનમાં સુરતથી માત્ર 22 મુસાફર ચડ્યા
22મી માર્ચથી બંધ કરી દેવામાં આવેલી સુરત -વલસાડ મેમુ ટ્રેન 11 મહિના બાદ 2 ફેબ્રુઆરીથી ફરી શરુ કરી છે.જોકે રેલવેએ ટ્રેનને રિઝર્વ રાખતા પૂરતા મુસાફરો મળ્યા ન હતા. મેમુ ટ્રેનમાં સુરતથી માત્ર 22 લોકોએ ટિકિટ બુક કરાવી હતી.ઉધના રેલવે સ્ટેશનેથી તો ટ્રેનમાં એક પણ બુકીંગ થયું ન હતું.લોકોમાં અસમંજસ હોવાને લીધે બુકીંગ ઓછું મળ્યું હોવાની વાત રેલ અધિકારીઓએ જણાવી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.