સુરતના અડાજણ વિસ્તારમાં ઓનલાઇન આઈપીએલ મેચ ઉપર સટ્ટો ઝડપાયો હતો. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા 4 લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી 35 મોબાઈલ સહીત 3.35 લાખની મત્તા કબ્જે કરી છે. તેમજ બુકી અને ગ્રાહકો મળી 10 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે
વોચ ગોઠવી રેડ કરાઈ
આઈપીએલની સીઝન શરુ થતા સટોડિયાઓ મેચ પર સટ્ટો રમતા હોય છે ત્યારે સુરતમાં પીસીબી પોલીસને બાતમી મળી હતી કે, અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી ગ્રીન રેસીડેન્સીમાં હિતેશ રમણલાલ રાજપૂત તથા દિવાનસિહ ખોમાનસિહ ગોહિલ નામના ઈસમો મૂળ ખભાતના રહેવાસી છે. હાલ તેઓ ચાર પાંચ દિવસથી સુરત ખાતે આવેલી તેના સાગરીતો સાથે આઈપીએલની મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો.
લેપટોપ-ટેબલેટ સહિતનો જથ્થા કબ્જે
પીસીબી પોલીસે ફ્લેટમાંથી હિતેશ રમણલાલ રાજપૂત, જીતુંભાઈ કાળીદાસ રાણા, દિવાનસિહ ખોમાનસિહ ગોહીલ તથા કલ્પેશભાઈ અરવિંદ ભાઈ સોનીની ધરપકડ કરી હતી. પોલીસે ફ્લેટમાંથી જુગારના રોકડા રૂપિયા 86 હજાર, 1.22 લાખના 35 મોબાઈલ, બે લેપટોપ, તથા ટેબ્લેટ અને એક એલસીડી ટીવી મળી કુલ 3.35 લાખની મત્તા કબ્જે કરી હતી.
બુકી વોન્ટેડ
પોલીસે આ કેસમાં જામનગર ખાતે રહેતા બુકી ગુરુજી, અમદાવાદ ખાતે રહેતા જે.પી, તથા જુગાર રમનાર ગ્રાહકો પૈકી ખંભાત ખાતે રહેતા રીતેશ પટેલ, અમદવાદ ખાતે રહેતા અશ્વિન રાજપૂત, ખંભાત ખાતે રહેતા મહેન્દ્ર પરમાર, બીપીન રાવળ, તરુણ રાવળ, અમદાવાદના અંકિત રાજપૂત, સંજય દરબાર તથા ખંભાતના મનોજ રાવળને વોન્ટેડ જાહેર કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.