તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:શિક્ષણ સમિતિમાં 13માંથી 4 સભ્યો બિનહરીફ, 9 માટે 25મીએ ચૂંટણી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 બેઠકો સામે કુલ 13 સભ્યોએ દાવેદારી નોંધાવી

શિક્ષણ સમિતિમાં શુક્રવારે ઉમેદવારી પત્ર ચકાસણીમાં ચાર ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં છે. ભાજપના કોર્પોરેટરના સમર્થનથી રાજેશ ભિકડીયાએ ફોર્મ ભર્યું હતું. તેથી 12 બેઠકો સામે કુલ 13 ઉમેદવારો થતાં 25મીએ ચૂંટણી થશે. એક ઉમેદવાર ચંદ્રકાંત કંથારિયાના ટેકેદારો ન હોય ફોર્મ રદ કરી દેવાયું છે. વિપક્ષ દ્વારા શાસકો પર ભરોસો કરી બે ઉમેદવારી ફોર્મ ભરાયું છે. પરંતુ ભાજપ પર ભરોસો ભારે પડી શકે તેમ છે.

બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારો

  • અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓની બેઠકમાં (એસસી, એસટી)- સ્વાતી મનુભાઈ સોસા (એમ.એ., એમ.એડ)
  • હાઈ ક્વોલિફિકેશનની 3 બેઠકમાં) વિનોદ રણછોડભાઈ ગજેરા (બીએસસી,એલએલબી, માસ્ટર ઓફ પોલિટીકલ સાયન્સ)
  • રાજેન્દ્ર ધનસુખલાલ કાપડિયા (બી.કોમ.)
  • રંજના અનિલકુમારે ગોસ્વામી (બેચલર ઓફ ફાઈન આર્ટસ)

આ નવ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે
ભાજપ
1. યશોધર દેસાઈ
2. રાજેન્દ્ર પટેલ
3. નિરંજના જાનિ
4. શુભમ ઉપાધ્યાય
5. સંજય પાટીલ
6. અરવિંદ કાપડિયા
7. રાજેશ ભિકડિયા
આપ
8. રાકેશ હિરપરા
9. રમેશ પરમાર

અન્ય સમાચારો પણ છે...