કોરોના અપડેટ:શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 4 કેસ, 11ને રજા અપાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે કોરોનાના એકપણ દર્દીનું મોત નહીં
  • એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 74 થઈ ગઈ

શહેરમાં 4 અને જિલ્લામાં 0 કેસ સાથે રવિવારે કોરોનાના વધુ 4 કેસ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143854 થઈ ગઈ છે. રવિવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે.

રવિવારે શહેરમાંથી 10 અને જિલ્લામાંથી 01 મળી 11 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141665 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. રવિવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 74 થઈ ગઈ છે.

સલાબતપુરાની શોપ 7 દિવસ માટે બંધ
શહેરમાં સતત બીજા દિવસે કોરોનાના 4 કેસ નોંધાયા છે. ચાર કેસ પૈકી અઠવા ઝોનમાં 3 અને સેન્ટ્ર્લ ઝોનમાં 1 કેસ છે. સલાબતપુરામાં જાણીતી સમોસાની દુકાનવાળી બિલ્ડીંગમાં આવેલ નોવા ફેશન શોપમાં 1 કેસ નોંધાતાં દુકાન 7 દિવસ માટે બંધ કરાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...