જાહેરાત:પાણી-ડ્રેનેજ લાઇન નાંખવા આજથી કોટના 4 માર્ગો બંધ

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેટ્રો રેલ અંતર્ગત લાઈન શિફ્ટિંગની કામગીરી
  • આગામી દિવસમાં વધુ 3 માર્ગો પણ બંધ કરાશે

મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત રેલ્વે સ્ટેશન, મસ્કતી હોસ્પીટલ અને ચોકબજારના ટ્રાફિક ડાયવર્ઝનના રસ્તાઓ પર અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશનના કામ પૂર્વે પાલિકા દ્વારા પાણી અને ડ્રેનેજની નવી પાઈપ લાઈન નાખવાની કામગીરી સોમવારથી તબક્કાવાર શરૂ કરવામાં આવશે. જેને લઇ શહેરના કોટ વિસ્તારના 4 રોડ સોમવારથી બંધ કરવામાં આવશે. જેમાં મુગ્લીસરા મેઇન રોડથી ક્રાઇમબ્રાંચ, ભાગળ ચાર રસ્તાથી કોટ્સફીલ રોડ, લાલગેટથી ધરમના કાંટા ચાર રસ્તા અને રેલવે સ્ટેશનથી દિલ્લી ગેટનો રોડ વાહનવ્યવહાર માટે બંધ કરાશે. જ્યારે આગામી દિવસમાં વધુ 3 રોડ તબક્કાવાર બંધ કરવામાં આવશે એવું પાલિકાનું કહેવું છે.

આ રોડ કયા સમયથી ક્યાં સુધી બંધ રહેશે

  • મુગલીસરા, મરઝાન શામી મસ્જીદથી ચોક ક઼ાઈમ બ્રાંચ સુધીનો રોડ 15 નવેમ્બરથી 12 જાન્યુઆરી
  • ભાગળથી કોટસફિલ સુધીનો રસ્તો 15 નવેમ્બરથી 30 નવેમ્બર
  • રેલ્વે સ્ટેશનથી દિલ્લી ગેટ સુધીનો રસ્તો 15 નવેમ્બરથી 15 ડિસેમ્બર
  • ધરમના કાંટા ચાર રસ્તાથી લાલગેટ સુધીનો નાણાવટ મેઈન રોડ 15 નવેમ્બરથી 31 ડિસેમ્બર
  • ટાવર-ઝાંપાબજાર સળિયાવાળી માર્કેટ સુધીનો રોડ 1થી 21 ડિસેમ્બર
  • ભાગળ થી મહિધરપુરા છાપરીયા શેરી સુઘીનો રસ્તો 16 નવેમ્બરથી 15 જાન્યુઆરી
  • ચોક મીરાંબીકા એર્પોટમેન્ટથી વિવેકાનંદ સર્કલ સુધીનો મુખ્ય રસ્તો 16 નવેમ્બરથી થી 16 ડિસમ્બર
અન્ય સમાચારો પણ છે...