સુરત શહેરના સરથાણા યોગીનગર સોસાયટીના ગેટ પાસેથી પોલીસે સવા ચાર લાખની કિંમતની 904 બોટલ સાથે એકને ઝડપી પાડ્યો છે. પોલીસે એકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે ગોવાથી સુરત લવાતા કારમાં દારૂની હેરાફેરીનું રેકેટ પણ ઉઘાડું કરવામાં સફળ થઈ છે.
પોલીસે બાતમી આધારે કાર્યવાહી કરી
સરથાણા પોલીસે જણાવ્યું હતું કે, ચેતન બચુભાઈ સુતરીયા ઉ.વ.36 (રહે, મકાન નં.125, ગીતાનગર વિભાગ-૨,સીતાનગરની બાજુમાં પુણાગામા) વિઠ્ઠલ રંગાણી (રહે, શ્યામધામ સોસાયટી, સરથાણા) ગોવાની વાઇન શોપમાંથી દારૂનો મોટો જથ્થો લઈ સુરતમાં પ્રવેશ કરી રહ્યા હોવાની DCBના કર્મચારી મહાવીરસિંગને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતી એક નંબર પ્લેટ વગરની કારને આતરી તપાસ કરતા એમાંથી દારૂની 904 બોટલ મળી આવી હતી.
પોલીસે 6,33,400નો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, રૂપિયા 4,13,400/-ની કિંમતનો વગર પાસ પરમીટનો વિદેશી દારૂ બ્લેક એન્ડ વાઈટ, બ્લેન્ડર સ્કોચ વિસ્કી તથા વેટ-69 સહિતની બોટલો સાથે હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી રૂપિયા 2 લાખની કાર અને મોબાઈલ ફોન મળી પોલીસે 6,33,400નો મુદ્દામાલ કબજે લીધો હતો. વિદેશી દારૂની હેરાફેરીમાં પોલીસે વિજય રવજીભાઈ ભુવા (રહે, 34/સંસ્કાર રો-હાઉસ મોટા વરાછા)ને વોન્ટેડ જાહેર કર્યો છે. સરથાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.