વધુ ચાર MLA એરલિફ્ટ:મહારાષ્ટ્ર શિવસેનાના બળવાખોર ધારાસભ્ય સહિત 4ને સુરતથી આસામના ગુવાહાટી મોકલાયા

સુરત2 મહિનો પહેલા
  • મહારાષ્ટ્રથી આવેલા ધારાસભ્યોને હોટલમાં રોક્યા બાદ વિમાન માર્ગે મોકલાયા

મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે. ગતરોજ સુરતથી 40થી વધુ ધારાસભ્યોને સુરતથી ગુવાહાટી મોકલાયા હતાં. ત્યારે આજે વધુ ચાર ધારાસભ્યો મહારાષ્ટ્રથી બાય રોડ સુરત આવી પહોંચ્યાં હતાં. જેઓને થોડીવાર માટે ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ખાસ વિમાન માર્ગે સુરત એરપોર્ટથી આસામના ગુવાહાટી મોકલવામાં આવ્યાં હતાં.

આજે પણ આવેલા ધારાસભ્યોને થોડા સમય માટે હોટલમાં રોકાણ અપાયું હતું.
આજે પણ આવેલા ધારાસભ્યોને થોડા સમય માટે હોટલમાં રોકાણ અપાયું હતું.

આ ચાર ધારાસભ્યોને એરલિફ્ટ કરાયા
આજે મહારાષ્ટ્ર શિવસેનાના યોગેશ કદમ, મંજૂલા ગાવિત અને ગોપાલ દલવીની સાથે સાથે મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ સુરત આવી પહોંચ્યાં હતાં.ડુમસની લા મેરિડિયન હોટલમાં ધારાસભ્યોએ ટૂંકુ રોકાણ કર્યા બાદ તેમને સુરત એરપોર્ટ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી ખાસ વિમાન મારફતે તમામને આસામના ગુવાહાટી મોકલાયા હતાં.

સુરત એરપોર્ટથી ધારાસભ્યોને વિમાન માર્ગે આસામ મોકલાયા હતાં.
સુરત એરપોર્ટથી ધારાસભ્યોને વિમાન માર્ગે આસામ મોકલાયા હતાં.

બીજા દિવસે ડ્રામા યથાવત
મંગળવારે વહેલી સવારથી મોડી રાત સુધી સુરતની ફાઈવ સ્ટાર હોટલમાં મહારાષ્ટ્રના રાજકારણનો હાઇવોલ્ટેજ ડ્રામા થયો હતો. દિવસ દરમિયાન મહારાષ્ટ્ર શિવસેનાના નેતાઓ પણ મનાવવા આવી રહ્યાં હતાં. ત્યારે સમય સંજોગોને આધિન થઈને મોડીરાત્રે જ તમામ ધારાસભ્યોને હવાઈ માર્ગે આસામના ગુવાહાટી કોઈ જ અડચણ વગર મોકલી આપવામાં આવ્યાં હતાં. જેના બીજા દિવસે ચાર ધારાસભ્યને આસામ મોકલવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...