જટિલ 40 પૈકીનું એક ઓપરેશન:4 હાથ-પગ ધરાવતી બિહારની બાળકીની સુરતમાં સર્જરી, સોનુ સૂદે કહ્યું- કોઈ મદદે ન આવ્યું પણ ગુજરાતી તબીબો વ્હારે આવ્યા

સુરત14 દિવસ પહેલા
  • સર્જરી કરવામાં ડોક્ટરોની ટીમને 6 કલાકનો સમય લાગ્યો હતો

બિહારમાં 4 હાથ અને 4 પગ સાથે જન્મેલી બાળકીનું કિરણ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકીના ઓપરેશનનો તમામ ખર્ચ સોનુ સુદે ઉઠાવ્યો છે. આજે બોલિવૂડ એક્ટર સોનુ સૂદે કિરણ હોસ્પિટલના ડોક્ટરો સાથે વર્ચ્યુલી જોડાઈ આભાર વ્યક્ત કર્યો હતો. સોનુ સૂદે જણાવ્યું હતું કે, કોઈ ડોક્ટર આગળ આવ્યા ન હતા. દરમિયાન કિરણ હોસ્પિટલે આગળ આવી બાળકીને તકલીફમાંથી દૂર કરી નવુ જીવન આપ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આવી ઘટના 10 લાખે જીવંત જન્મમાંથી એક છે. વિશ્વમાં અત્યાર સુધી થયેલા સૌથી જટિલ 40 ઓપરેશનો પૈકીનું એક ઓપરેશન જે કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

બાળકીની મદદે કોઈ ડોક્ટર આગળ આવ્યા ન હતા
સોનુ સૂદે જણાવ્યું હતું કે, 2 જૂન 2022ના રોજ સોનુ સુદ ફાઉન્ડેશનની મદદથી કિરણ હોસ્પિટલમાં આવી હતી. તે પહેલા બિહાર સહિત ઘણી જગ્યાએ ડોક્ટરોને બાળકીની સ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. જોકે, કોઈ ડોક્ટર આગળ આવ્યા ન હતા. દરમિયાન કિરણ હોસ્પિટલે આગળ આવી બાળકીને તકલીફમાંથી દૂર કરી નવુ જીવન આપ્યું છે. જેથી કિરણ હોસ્પિટલની ડોક્ટરોની ટીમનો ખૂબ ખૂબ આભાર.

બાળકીને બે જૂને સુરત લાવવામાં આવી હતી.
બાળકીને બે જૂને સુરત લાવવામાં આવી હતી.

અસમપ્રમાણ સંયુક્ત જોડિયાનું એક દુર્લભ સ્વરૂપ
અઢી વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે. 2 જૂન 2022ના રોજ કિરણ હોસ્પિટલમાં આવી હતી. પીડિયાટ્રિક સર્જન ડો. મિથુન કે. એન. દ્વારા તેને એપિગેસ્ટ્રિક હેટરોફેગસ ટ્વીન હોવાનું નિદાન કર્યું હતું. ડો. મિથુને જણાવ્યું હતું કે, બાળકને જે સ્થિતિ હતી તે એપિગેસ્ટ્રિક હેટરોફેગસ ટ્વીન હતી, અસમપ્રમાણ સંયુક્ત જોડિયાનું એક દુર્લભ સ્વરૂપ કે જેમાં આશ્રિત જોડિયા (પરોપજીવી) પ્રભાવશાળી ભાગ (ઓટોસાઇટ) ના જમણા અથવા ડાબા ઉપલા પેટ સાથે જોડાયેલા હોય છે. આવી ઘટના 10 લાખે જીવંત જન્મમાંથી એક છે. વિશ્વમાં અત્યાર સુધી થયેલા સૌથી જટિલ 40 ઓપરેશનો પૈકીનું એક ઓપરેશન જે કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યુ છે.

6 જેટલા તબીબોની ટીમે સફળ સર્જરી કરી.
6 જેટલા તબીબોની ટીમે સફળ સર્જરી કરી.

તીવ્ર વજનને કારણેચાલવામાં તકલીફ પડતી હતી
રેડિયોલોજી તપાસ કરતા પરોપજીવી જોડિયા બાળક એસેફાલિક અને એકાર્ડિયાક (માથા અને હૃદય વિના) છે. તેમજ પરોપજીવી બાળક પાસે એક ધડ અને ચાર અંગો હતા જે કામ કરતા નથી અને તેની પાસે શક્તિ નથી. પરોપજીવી જોડિયાના તીવ્ર વજનને કારણે બાળકને ચાલવામાં તકલીફ પડતી હતી અને તે થોડાક પગથિયાં ચાલ્યા પછી સફર કરીને પડી જતો હતો અને આ સ્થિતિને કારણે બાળકની વૃદ્ધિ વિકાસ રૂંધાય છે.

બાળકીની સર્જરી કરી બે હાથ અને બે પગ અલગ કરવામાં આવ્યા.
બાળકીની સર્જરી કરી બે હાથ અને બે પગ અલગ કરવામાં આવ્યા.

શસ્ત્રક્રિયા દરમિયાન કોઈપણ નુકસાન મૃત્યુના ચાન્સ રહે
પરોપજીવી જોડિયાને મુખ્ય ધમની તેમજ મુખ્ય શીરા (હૃદયમાંથી નીકળતી લોહીની મુખ્ય નળીઓ)માંથી સીધો રક્ત પુરવઠો મળ્યો હતો. શસ્ત્રક્રિયા દરમિયાન આ રચનાઓને કોઈપણ નુકસાન બાળક માટે મૃત્યુના ચાન્સ રહે છે. આ સ્થિતિ 30%-50% મૃત્યુદર (મૃત્યુ) સાથે સંકળાયેલી છે. સમગ્ર પ્રક્રિયામાં ચોક્સાઈ સાથે સર્જરી પહેલા ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકીને ઓપરેશનના બીજા દિવસે ખોરાક આપવાનું શરૂ કરવામાં આવ્યું.
બાળકીને ઓપરેશનના બીજા દિવસે ખોરાક આપવાનું શરૂ કરવામાં આવ્યું.

ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નથી
8મી જૂન 2022ના રોજ સર્જરી કરવામાં આવી હતી. એક કપરું અને કાળજીપૂર્વક ઓપેરશન કરવામાં આવ્યું હતું, પરોપજીવી જોડિયાની મુખ્ય નળીઓને ઓળખવામાં આવી હતી અને કોઈપણ ઈજા કે લોહી વહાવ્યા વિના બાંધી દેવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. ઓપરેશન સમય લગભગ 6 કલાકનો હતો. બાળકી ભાન અવસ્થામાં આવી અને પોસ્ટ ઓપરેટિવ મોનિટરિંગ માટે તેને આઈસીયુમાં ખસેડવામાં આવી હતી. બાળકીને બીજા દિવસે ખોરાક આપવાનું શરૂ કરવામાં આવ્યું અને તે સારી રીતે સ્વસ્થ થઈ ગઈ અને કોઈપણ સમસ્યા વિના ચાલવા લાગી છે.

બાળકીનું 8 જૂને ઓપરેશન કરવામાં આવ્યું હતું.
બાળકીનું 8 જૂને ઓપરેશન કરવામાં આવ્યું હતું.

કિરણ હોસ્પિટલમાં અલગ વિભાગ શરૂ
કિરણ હોસ્પિટલમાં રાહત દરે સારવાર અને સક્ષમ સર્જનો સાથે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. કિરણ હોસ્પિટલનું વિઝન તમામ જન્મજાત ખોડખાંપણવાળા બાળકોને સારવાર મળી રહે તે માટે અમે Kiran Congenital Defects program વિભાગ શરૂ કર્યો છે, જેમાં તમામ નવજાત ખામીઓ અને જન્મજાત વિસંગતતાઓનું સંચાલન કિરણ હોસ્પિટલ ટીમ દ્વારા કરવામાં આવશે. જેમાં વિવિધ પીડિયાટ્રિક સ્પેશિયાલિટીના ડોક્ટરો સામેલ છે. ડો. મિથુન કે.એન. અત્યંત જટિલ ઓપરેશનો અને જન્મજાત ખામીઓને દૂર કરવા સતત પ્રયત્નશીલ રહે છે.