તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:છેલ્લા 13 દિવસમાં મુસાફરો ન મળતા 4 ફ્લાઇટ રદ્દ કરાઈ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના કેસ વધતા એર પેસેન્જરોમાં ઘટાડો
 • ચેન્નાઇની 3 અને જયપુરની 1 ફ્લાઇટ કેન્સલ

કોરોના કહેરમાં એરલાઇન્સોને ફ્લાઇટમાં પૂરતા પેસેન્જરો મળી રહ્યા નથી અને તેને કારણે ફ્લાઇટને કેન્સલ કરવાની ફરજ પડી રહી હોવાની વાત જણાય આવી છે. છેલ્લા 13 દિવસમાં સુરત એરપોર્ટ પર 4 ફ્લાઇટ કેન્સલ થતા પેસેન્જરોએ હેરાન પરેશાન થવું પડ્યું છે. શહેરમાં કોરોના વાયરસના કેસોમાં ફરી વધારો જોવા મળ્યો. તેવામાં એરલાઇન્સો એક પછી એક નવી નવી ફ્લાઇટો શરૂ કરી રહી છે. પરંતુ છેલ્લા 13 દિવસમાં સુરત એરપોર્ટથી ચેન્નાઇની ત્રણ અને જયપુર એક ફ્લાઇટ કેન્સલ થઈ છે.

એરપોર્ટની સાથે એરલાઇન્સના ઓફિસરથી વાત કરતા જણાય છે કે ફ્લાઇટોમાં અડધા પેસેન્જર મળતા એરલાઇન્સનો ઓપરેટટિંગનો જ ખર્ચ નીકળતો હોય અને તેને કારણે ઘણી વખત ફ્લાઇટ કેન્સલ કરવાની ફરજ પડતી હોવાનું એરપોર્ટ અધિકારી સૂત્રોનું કહેવું છે. કેસ વધતા આગામી દિવસમાં પણ આ સ્થિતિ સર્જાવાની ભીતિ છે.

ફ્લાઇટના કોકપીટમાં પ્રોબ્લેમ આવતા 40 મિનિટ મોડી ટેકઓફ થઈ ઇન્ડિગોની દિલ્હીની ફ્લાઇટ સુરત એરપોર્ટથી 40 મિનિટ મોડી ટેકઓફ થઈ છે. જોકે, મોડી પડવા પાછળનું કારણ જણાય આવે છે કે ફ્લાઇટમાં કોકપીટની કોમ્પ્યુટરિંગ સિસ્ટમમાં ટેક્નિકલ પ્રોબ્લેમ આવ્યો હતો. જેને સુધારાયા બાદ આખી ફ્લાઇટ ચેકિંગ કરાય હતી. જે પછી 110 પેસેન્જરોને લઈને ફ્લાઇટ ટેકઓફ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો