તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:જલગાંવથી સુરત આવતી ખાનગી બસ પુલ પરથી 40 ફૂટ નીચે પડી, 5ના મોત, 35 ઈજાગ્રસ્ત

નવાપુર6 મહિનો પહેલા
પુલ પરથી ખાબકેલી બસમાં ફસાયેલા મુસાફરો બહાર કાઢવામાં આવ્યા - Divya Bhaskar
પુલ પરથી ખાબકેલી બસમાં ફસાયેલા મુસાફરો બહાર કાઢવામાં આવ્યા
  • બંને બસના ડ્રાઈવર મજાક મસ્તી કરી ઓવરટેક કરતા હતા
  • નવાપુરના કોંડાઈભારી ઘાટ નજીક ખાનગી બસનો અકસ્માત
  • ખાનગી બસમાં સવાર 35થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા

ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુરના કોંડાઈભારી ઘાટ નજીક ખાનગી બસ પુલ પરથી 40 ફૂટ નીચે ખાબકી હતી. જેમાં 5ના મોત થયા છે. જ્યારે 35થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ખાનગી બસ જલગાંવથી સુરત તરફ આવતી હતી અને બસમાં 40 જેટલા મુસાફરો હતા.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા.
ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા.

મૃતકોનો આંકડો વધવાની શક્યતા
નવાપુર-ધુલે-સુરત રાષ્ટ્રીય નેશનલ હાઇવે નં .6 પર વિસરાવાડી નજીક કોંડાઈબારી ઘાટમાં જલગાંવથી સુરત તરફ જતાં કોંડાઈભારી ઘાટની દરગાહ પાસેના પુલ પરથી મોડીરાત્રે 2 વાગ્યે ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ નીચે ખાબકી હતી. આ અકસ્માતમા 5 મુસાફરોનું મોત થયું છે. 35થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. સૌથી વધુ સુરત અને જલગાવના ઇજાગ્રસ્ત છે. જ્યારે મૃતકોનો આંકડો વધવાની શક્યતા છે.

નવાપુર નજીકના સ્થળોની 108 બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.
નવાપુર નજીકના સ્થળોની 108 બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.

રાત્રે અકસ્માત સમયે મુસાફરો સૂતા હતા
પ્રાથમિક માહિતી અનુસાર, ખાનગી ટ્રાવેલ્સની બસમાં 40 મુસાફરો હતા. આ અકસ્માતમાં 5 મુસાફરો સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા અને 35થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત રાત્રેના 2 થી 2.30ની વચ્ચે બન્યો હતો. જેથી મુસાફરો સૂતા હોવાથી ઘાયલોની સંખ્યા વધુ હોય શકે છે. ઘણા મુસાફરો બસમાં ફસાઈ પણ ગયા હતા. જેમને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

બસનો ડ્રાઇવર દારૂના નશા હોવાનો મુસાફરોનો આક્ષેપ
શુભમ ટ્રાવેલ્સ બુલઢાણા જિલ્લાના મલકાપૂરથી સુરત જતી હતી. જલગાવ જિલ્લાના એરંડોલમાં રાત્રે ભોજન માટે ટ્રાવેલ્સ રોકાઈ હતી. મલકાપુરથી એરંડોલ સુધી સુરતનો બસ ડ્રાઇવર મુકેશ ખાટીક ચલાવી હતી. એરંડોલથી વર્દીચંદ સોહનલાલ મેઘવાલે બસ ચલાવી હતી. ઇજાગ્રસ્ત મુસાફરોએ ચાલક નશામાં હોવાનો આક્ષેપ કરતા હતા.

બસ સ્લીપર કોચ હોવાના કારણે ક્રેનથી કાઢવા વખતે બસનો ઉપલો ભાગ અલગ થઈ ગયો
બસ સ્લીપર કોચ હોવાના કારણે ક્રેનથી કાઢવા વખતે બસનો ઉપલો ભાગ અલગ થઈ ગયો

ક્રેઇનથી બસ બહાર કાઢવા જતાં છત છૂટી પડી ગઇ
બસમાં ફસાયેલ યુવક મને બચાવો, બહાર કાઢોની બુમ મારતો રહ્યો હતો. ક્રેનથી બસ કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ બસ સ્લીપર કોચ હોવાના કારણે ક્રેનથી કાઢવા વખતે બસનો ઉપલો ભાગ અલગ થઈ ગયો નીચલો ભાગ નીચે રહી ગયો હતો. જેના કારણે પ્રયાસ અસફળ રહ્યો હતો. ગેસ કટરથી કટીંગ કરીને યુવાન બહાર કાઢ્યો હતો.

કપાયેલ પગે સુરતનો યુવક 2 લાશ પર 8 કલાક બેસી રહ્યો
નવાપુરના કાંડવાઈ ઘાટમાં ધુલિયા સુરત નેશનલ હાઈવે પર બસ નદીમાં પડવાની ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી. અકસ્માતમાં કપાયેલા પગ સાથે બસમાં ફસાયેલો સુરતનો મુજાદિદખાન મન્સૂરખાન પઠાણ સવારે 10 વાગ્યા સુધી સતત 8 કલાક દુઃખાવો સહન કરી બેસી રહ્યો હતો. આશ્ચર્યની વાત યુવકની નીચે 2 મુસાફરોની લાશો હતી.

6 સ્થળેથી 108 બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
બસના ડ્રાઈવરને ગંભીર હાલતમાં વિસારવાડી રૂરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે તેને નંદુરબાર જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘાયલોની સંખ્યા વધુ હોવાને કારણે વિસરાવાડી, નવાપુર, ખાંડબારા, નંદુરબાર, પિંપલનેર અને દાહિવેલથી 108 એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી છે.

બસની ડ્રાઈવર સાઈડના પાછળના ભાગને ભારે નૂકસાન થયું હતું.
બસની ડ્રાઈવર સાઈડના પાછળના ભાગને ભારે નૂકસાન થયું હતું.

અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરનું પણ મોત
સુનિલ કઠોળે જણાવ્યું હતું કે રાત્રે બસનું ટાયર ફાટ્યા બાદ મુસાફરોથી ભરેલી બસ ખાડીમાં ખાબકી ગઈ હતી. જેમાં 5ના મોત અને 35થી વધુ ઈજાગ્રસ્ત થયાં હતા. ઇજાગ્રસ્ત તમામ પ્રવાસી મજૂર હતા અને જલગાંવથી સુરત આવતા હતા. આ દુર્ઘટનામાં ડ્રાઇવર પપ્પુ સહિતના 5ના પણ મોત નીપજ્યા છે. શુભ ટ્રાવેલ્સની સુરતમાં માત્ર બુકીંગ વ્યવસ્થા ઓફિસ જ છે.

એક્સિડન્ટની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
એક્સિડન્ટની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

અકસ્માતમાં મૃતકોના નામ
1) પ્રતિમા મુકેશ મરોટી (ઉ.વ.આ. 36) રહે. સુરત મોડલ ટાઊન રેસિડેન્સી મરોલી, સુરત
2)અમર અશોક બારી (ઉ.વ.આ. 40) રહે. પાચોરા જિલ્લા જળગાંવ મહારાષ્ટ્ર
3) શમસુદ્દિન શેખ યુસૂફ (ઉ.વ.આ. 47) રહે. જામા મોહલ્લા, ભુસાવળ
4) વર્દીચંદ સોહનલાલ મેઘવાળ(ઉ.વ.આ.35) રહે. સુરત
5) ગણેશ ઉર્ફ પપ્પુ (ઉ.વ.આ. 34) રહે. સુરત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો