ભાસ્કર ઇનસાઇટ:ક્રૅડલ ટાઈપ ડસ્ટબિનમાં 4 કરોડ ફૂંકી હવે શહેરભરમાં ખાનગી ધોરણે નવી મૂકાશે

સુરત2 મહિનો પહેલાલેખક: પ્રજ્ઞેશ પારેખ
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • બહુ ગાજેલા કૌભાંડમાં દાઝેલી પાલિકા હવે વધુ જવાબદારી લેવા તૈયાર નથી

પાલિકાએ 7 વર્ષ અગાઉ 4 કરોડમાં ખરીદેલી 2900 ડસ્ટબિન આખરે કચરામાં ગઈ છે. બહુગાજેલા આ કૌભાંડમાં દાઝેલી પાલિકા હવે જવાબદારી લેવા તૈયાર નથી તેથી ખાનગી સંસ્થા-દુકાનોના ગજવા ખંખેરવા તૈયારી કરી છે.

શહેરની એક મોબાઈલ શોપે પ્લાસ્ટિકની મેટલ ફ્રેમ ટ્વિન ડસ્ટબિનો નિ:શૂલ્ક ફાળવતાં અન્ય સંસ્થાઓ પણ આગળ આવે તે માટે પાલિકાએ હવે નીતિ નક્કી કરવા સ્થાયી સમિતિમાં નિર્ણય લીધો છે. શહેરમાં સંખ્યાબંધ સીસી કેમેરા છે પરંતુ તેમનાથી આડેધડ કચરો ફેંકનારા સામે સમખાવા પુરતી એક પણ કાર્યવાહી થઈ નથી.

ક્રૅડલ ટાઈપ ડસ્ટબિન કૌભાંડમાં 4 કરોડનો ધૂમાડો કરી હવે પાલિકા નવી ડસ્ટબિનો મુકવા ખાનગી સંસ્થાઓ પાસે હાથ ફેલાવી રહી છે. સ્થાયી સમિતિએ ગત બેઠકમાં સંસ્થાઓને માટે નીતિ નક્કી કરી છે. જો કે, ગમે તેટલી મોંઘી કે આધુનિક ડસ્ટબિન મૂકાય પણ લોકોમાં જ કચરૂં ફેલવાની જાગૃતિ કેળવાઈ નથી ત્યારે શહેરના ઘણાં સ્થાનો ગંદા ગોબરા જ રહેશે. પાલિકા પ્રયત્ન તો કરે છે પરંતુ લોકોમાં જાગૃતિ આવે તેવી પ્રવૃત્તિ બહુ ઓછી છે.

કન્ટેનર ફ્રી સિટી સુરતમાં હજુ ઘણા સ્થળે પારાવર ગંદકી
સ્વચ્છતા સર્વેક્ષણમાં હજી સુરત પાલિકા ઇન્દોર કરતાં ઘણી પાછળ છે. સુરતને કન્ટેઇનર ફ્રી સિટી જાહેર તો કરી દેવાયું છે પણ હજુ શહેરના ઘણા સ્થળે પારાવાર ગંદકીનું સામ્રાજ્ય છે. પાલિકા સફાઈ તો કરી દે છે પરંતુ ત્યાં કચરો ફેંકનાર લોકોમાં અવેરનેસ લાવવામાં પાલિકા ફેલ ગઈ છે.

‘મારું ઇન્દોર સ્વચ્છ ઇન્દોર’ જેવી જાગૃતિ સુરતમાં આવવી જરૂરી
પાલિકા તથા લોકોએ અવેરનેશ-એટિટ્યુડ-એક્શન મુજબ પરિવર્તન લાવવું પડશે. ઈન્દોર ગ્રાસરૂટ લેવલથી જાગૃતિ લાવ્યું છે. લોકોમાં સંવેદના છે કે, ‘મારું ઇન્દોર સ્વચ્છ ઇન્દોર’ કોઈ જાહેરમાં કચરો નાંખતું નથી અને હોય તો જાતે ઉંચકીને ડસ્ટબિનમાં નાંખે છે. સુરતીઓમાં પણ ઇન્દોરની જેમ જાગૃતિ લાવવી જરૂરી છે. > વિરલ દેસાઇ, પર્યાવરણવિદ્દ

સ્થાયીમાં આ શરતોએ ડસ્ટબિન ફાળવવા ઠરાવ

  • 45 મી.થી મોટા રોડ પર 5 ડબસ્ટબીન (ભુરી, લીલી, પીળી, કાળી, લાલ)
  • 45 મી.થી નાના રોડ પર 3 ડસ્ટબીન (લીલી, ભુરી, પીળી)
  • ઓછામાં ઓછી 500 ડસ્ટબીનના સેટ ફાળવવાના રહેશે
  • પાલિકાના વર્કશોપ પાસે ડીઝાઈન એપ્રુવલ કરવાની રહેશે.
  • ડસ્ટબીન ફ્રીમાં ફાળવવાની રહેશે તથા ફીટીંગ કરી આપવાની રહેશે.
  • આરોગ્ય વિભાગે જણાવેલા લોકેશન પર ડસ્ટબીન ફીટીંગ કરવાની રહેશે.
અન્ય સમાચારો પણ છે...