પૂણા વેજીટેબલ મંડળીની આજે સભા:4 કરોડના કેળા કૌભાંડનો મુદ્દો ગાજવાની સંભાવના

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક

31મી જૂલાઈના રોજ પુણાગામ સારોલી વાડીમાં પુણા ગામ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સહકારી મંડળીની સામાન્ય સભા મળશે. આ સભામાં ચાર કરોડ રૂપિયામાં કેળા વેચવાનું કૌંભાડ થયું છે તેનો મુદ્દો ગાજવાની સંભાવના છે.

સંસ્થાના માજી પ્રમુખ અને મેનેજર દ્વારા 4 કરોડનું કૌંભાડ કરાયું હોવાનું સામે આવ્યું હતું. ખાસ કરીને સંસ્થાના ઓડીટ રીપોર્ટ, જિલ્લા રજીસ્ટ્રારના ઓડિટ રીપોર્ટ અને 86ની તપાસના રિપોર્ટમાં ખુલ્યું છે કે, કરોડોનું કૌંભાડ કરાયુંુ છે. વેપારીઓને સસ્તામાં કેળા વેચી ખેડૂતોને ઉંચા ભાવ ચૂકવવા માટે સંસ્થાની ડિપોઝિટ વાપરી નાંખી હતી. આ ઉપરાંત કેળાના ટિસ્યુ પર અપાયેલી સબસીડી પણ ખોટી રીતે અપાઈ હતી. જ્યારે વેપારીઓને મનસ્વી રીતે ઉધાર માલનું વેચાણ કરી દેવાયુંું હતું. તેમજ 111 ટ્રક કેળા મુંબઈના વેપારીને વેચ્યા હોવાના ખોટા બિલ ઉભા કરી સ્થાનિક વેપારીને વેચી દેવાયા હતાં. સહકારી મંડળીના નિયમોની ઉપપરવટ જઈ પૂર્વ પ્રમુખે ગેરવહીવટ કરી સંસ્થાને 4 કરોડથી વધુનું નુકસાન પહોંચ્યુ હતું.

પૂણા ફ્રૂટ એન્ડ વેજીટેબલ મંડળીના પ્રમુખ શૈલેષ પટેલ કહે છે કે, ‘માજી પ્રમુખ પર જે આક્ષેપ લાગ્યા છે તેમાં હાલના બોર્ડ દ્વારા કાઢવામાં નથી આવી, તેમના સમયના સંસ્થાના ઈન્ટરનલ ઓડિટ રિપોર્ટમાં, જિલ્લા રજીસ્ટ્રારના રીપોર્ટમાં અને 86ની તપાસની રિપોર્ટમાં આધારે છે. મારા પર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે, મેં સબસીડી લીધી છે. પરંતુ મેં સંસ્થામાંથી અત્યાર સુધીમાં સબસીડી લીધી જ નથી.’

અન્ય સમાચારો પણ છે...