• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 4 Congress Workers Who Showed Black Hair At PM Modi's Surat Program Were Released After 38 Days And Said Bitter Action Was Taken

પાસામાં નિર્દોષ છૂટ્યાં:PM મોદીના સુરતના કાર્યક્રમમાં કાળા વાવટા બતાવનાર કોંગ્રેસના 4 કાર્યકરો 38 બાદ છૂટતાં કહ્યું-ખાટી કાર્યવાહી કરાઈ

સુરત3 મહિનો પહેલા
પ્રધાનમંત્રીના રોડ શોમાં કાળા વાવતા બતાવનાર ચાર કોંગ્રેસ કાર્યકરો પાસામાં નિર્દોષ જાહેર થયા

ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન જાહેર થાય તે પહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગત ૨૯ સપ્ટેમ્બરે લિંબાયતમાં રોડ શો બાદ મહાસભા યોજાઈ હતી.આ દરમિયાન કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓ દ્વારા કાળા વાવતા ફરકાવી પ્રધાનમંત્રીનો વિરોધ કરવામાં આવ્યો હતો.જો કે વિરોધની આડમાં આ કાર્યકર્તાઓ સામે પોલીસે ખોટા છેડતીના કેસ કરવામાં આવ્યા હોવાના આરોપ લગાવીને તમામને પાસા કરી દેવામાં આવ્યા હતા.38 દિવસ ગુજરાતની જુદી જુદી જેલમાં રાખવામાં આવ્યા બાદ તમામ નિર્દોષ બહાર આવ્યા છે.ત્યારે ચારેય કાર્યકર્તાને સાથે રાખી દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના AICC મીડિયા કોર્ડીનેટર ચયનિકા ઉનીયાલ અને કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા નૈસદ દેસાઈ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી અને તેમાંઆ ચારેઉ કાર્યકર્તા ઉપર આવી પડેલી 38 દિવસની આપવી હતી.જેને લઇ આવનાર દિવસમાં સુરત પોલીસ કમિશનર સામે કાર્યકર્તાઓ સામે કરવામાં આવેલી ખોટી કાર્યવાહીને પગલે કોર્ટમાં માનહાની નો કેસ અને ક્રિમિનલ એક્સલ અને કમ્પેસીઝન અંતર્ગત ફરિયાદ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીના રોડ શોમાં વાવતા બતાવનાર કોંગ્રેસના કાર્યકરો નિર્દોષ

સુરતમાં 29 સપ્ટેમ્બર ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના જુદા જુદા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુરત કાર્યક્રમ માટે લિંબાયતમાં આવ્યા હતા.આ દરમિયાન પ્રધાનમંત્રી નું લિંબાયતમાં રોડની શો યોજાયો હતો.જ્યાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસના કાર્યકરો દ્વારા દેશમાં વધી રહેલી મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓને ધ્યાને રાખી પ્રધાનમંત્રી સામે કાળા વાવતા ફરકાવી વિરોધ દર્શાવ્યો હતો.જે અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કોંગ્રેસના આશિષ રાય,સંતોષ શુક્લા,કિશોરસિંહ અને ગુલાબ યાદવ ની ધરપકડ કરી લઈ ગઈ હતી.ત્યારબાદ આચાર્ય કાર્યકર્તાઓ સામે લિંબાયત પોલીસમાં મહિનાની છેડતી અંગે ફરિયાદ નોંધી લીંબાય પોલીસ મથક ને સોંપી દેવામાં આવ્યા હતા.જ્યાં તમામ કાર્યકર્તાઓ સામે રાતો રાત પાસા કરી દેવામાં આવ્યા અને ગુજરાતની જુદી જુદી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.આ તમામ કાર્યકર્તાઓ 38 દિવસ જેલમાં રહ્યા બાદ ભાષા એડવાઈઝરી બોર્ડ કમિટી દ્વારા તમામને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.પરંતુ આ 38 દિવસ દરમિયાન આ ચારેય કાર્યકર્તાઓએ પોતાના જીવનમાં ઘણું બધું ગુમાવી દેવું પડ્યું છે.

સરકારને સવાલ કરવાના અને અવાજ ઉઠાવવાના બંધ કરી દઈશું તો સડકે સૂમસામ હો જાયેગી સંસદ આવારા બન જાયેગા : ચયનિકા ઉનીયાલ
કોંગ્રેસના ચારેય કાર્યકર્તાઓ નિર્દોષ જાહેર કરાતા 38 દિવસ બાદ તેઓ સુરત આવ્યા હતા.કોંગ્રેસ દ્વારા તેઓને સાથે બનેલી તમામ આપત્તિ સાંભળવામાં આવી.ત્યારબાદ આજે આ બાબતે એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં દક્ષિણ ગુજરાતના એઆઈસીસીના મીડિયા કોર્ડીનેટર ચયનીકા ઉનિયાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધીના રાજનીતિક ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું હશે કે કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર પોતાની માંગોને લઈ પ્રધાનમંત્રી સામે કાળા વાવતા બતાવ્યા હશે અને તેમની સામે કોઈ પણ પ્રકારનો ક્રિમિનલ કેસ ન હોવા છતાં તેમની વિરુદ્ધ ભાષા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હોય.વિરોધ પક્ષનું કામ છે અવાજ ઉઠાવવાનું અને આ રીતે જ જો તેમનો અવાજ દબાવી દેવામાં આવતો હોય તો આ ખૂબ જ નિંદણીય ઘટના છે.તમામ રાજકીય પાર્ટી અને વિપક્ષોએ સરકારને સવાલ કરવાના અને અવાજ ઉઠાવવાનો અધિકાર છે.આમ સરકારો અને સવાલ કરવાના અને અવાજ ઉઠાવવાના બંધ કરી દઈશું તો લોહિયાના એ કહ્યું હતું તે સાચું થશે કે સડકે સુમસામ હો જાયેગી સંસદ આવારા બન જાયેંગે.ચારેવ કાર્યકર્તાઓ સામે ખોટી રીતે પોલીસ દ્વારા પાસા કરીને તેમને એક મહિનાથી પણ વધુ સમય સુધી જેલમાં રાખવામાં આવ્યા જેના કારણે કોઈએ તેનો દીકરો ખોયો તો કોઈએ પોતાની નોકરી કોઈ છે.આ યાતના માંથી કોંગ્રેસના કાર્યકરો પસાર થયા છે.આજે આચાર્ય કાર્યકરો નિર્દોષ જાહેર થયા છે ત્યારે કોંગ્રેસ દ્વારા ખોટી ફરિયાદ કરવા બદલ તમામ કાર્યકર્તાઓ ઉપર જે ડાઘ લાગ્યો છે તેની સામે સુરત પોલીસ કમિશનર વિરુદ્ધ માનહાનિ નો દાવો કરવામાં આવશે.

કૃષ્ણ નહીં પણ અર્જુનની સામે કાર્યવાહી કરાશે: નૈષદ દેસાઈ
પત્રકાર પરિષદ સંબોધનાની સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નૈસધ દેસાઈએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ચારેય કાર્યકર્તાઓ સામે ખોટી રીતની પોલીસે ફરિયાદ લીધી છે.કાર્યકર્તાઓએ કોઈપણ પ્રકારની છેડતી નથી કરી એ પણ સાબિત થઈ ચૂક્યું છે.આ અંગેના તેઓએ અવારનવાર અનેક પુરાવાઓ પણ રજૂ કર્યા છે છતાં તેમના વિરુદ્ધમાં ખોટી રીતની છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી જેને લઇ આખરે 38 દિવસ બાદ તેમને નિર્દોષ છોડવામાં આવ્યા છે.ત્યારે હવે કોંગ્રેસ આ બાબતે ચૂપ નહીં રહે.ખૂબ જ આક્રમક અને ગુસ્સા સાથે નૈસધ દેસાઈ જણાવ્યું હતું કે આ પાસા કરવામાં સુરત પોલીસ કમિશનર ની સિગ્નેચર છે જેથી સુરત પોલીસ કમિશનર ની સામે ક્રિમીનલ એક્શન અને કમ્પેનશન સૂટ ફાઈલ કરીશું. સુરત કોર્ટમાં કરીશું ,હાઇકોર્ટમાં જરૂર પડે તો હાઇકોર્ટમાં જઈશું અને ત્યાં પણ ના ન્યાય મળે તો સુપ્રીમ કોર્ટમાં પણ ફરિયાદ કરીશું.આમાં સુરત પોલીસ કમિશનરની સિગ્નેચર છે તેમણે જ પાસાનો નોટિફિકેશન કાઢ્યો છે જેથી તેમની સામે જ આ લીગલી કાર્યવાહી કરીશું.જો તેઓ કહેતા હોય કે હોમ મિનિસ્ટરની એડવાઈઝરીથી આ કાર્ય થયું હશે પરંતુ હોમ મિનિસ્ટર ની સાઇન તો છે નહીંજેથી હોમ મિનિસ્ટર પર કાર્યવાહી થઈ શકે નહીં.આમાં કૃષ્ણ ભગવાન ભલે હોમ મિનિસ્ટર હોય પણ અર્જુન તો સુરત પોલીસ કમિશનર જ છે જેથી તેમની સામે કાર્યવાહી કરાશે.

પાસાનો ભોગ બનનારની આપવીતી
સુરત પોલીસ કમિશનર દ્વારા કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓમાં સંતોષ શુક્લા,આશિષ રાય, ગુલાબ યાદવ અને કિશોરસિંહ સામે પાસા કરી જુદી જુદી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.આ તમામ કાર્યકર્તાઓની દિવાળી પણ જેલમાં ભોગવવાનો વારો આવ્યો છે.38 દિવસ સુધી પરિવારથી જુદા રહેવું પડ્યું છે.ખૂબ જ માનસિક યાતના સહન કરવી પડી છે.આર્થિક રીતે પણ તમામના પરિવારને ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો છે.પાસાની સજા માંથી નિર્દોષ છૂટી પરત આવનાર આશિષ રાયએ જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર હોવાની નાતે માત્ર વિરોધ કરવાનો અમારો અધિકાર છે અને તેને લઈ પ્રધાનમંત્રી ને કાળા વાવતા બતાવ્યા હતા.પર આજ દિન સુધી કોઈ જ પ્રકારનો ક્રિમિનલ કેસ નથી.કોઈ એવા આ સામાજિક તત્વો નથી.છતાં અમારી પર ખોટી છેડતીની ફરિયાદ ઊભી કરાવીને અમને રાતોરાત પાસામાં મોકલી આપવામાં આવ્યા.

મારી વાઇફનું મિસકેરેજ જ થઈ ગયું
કોંગ્રેસના કાર્યકરોને પાસા કરાવ્યા બાદ 38 દિવસે જે હોય તેવું પરત આવ્યા ત્યારે તેઓની આપવીતી સાંભળવા મળી હતી.જેમાં આશિષ રાય આપવીતી જણાવતા કહ્યું હતું કે મારી વાઈફ પ્રેગ્નેન્ટ હતી.મને રાતોરાત પાસા કરીને સુરતની બહાર મોકલી આપવામાં આવ્યો ત્યારે મારી પત્ની પર માનસિક તણાવમાં આવી ગઈ હતી.અમારી તમામની દિવાળી પણ જેલની અંદર વિતાવી હતી.આ દરમિયાન મારી વાઈફ પ્રેગ્નેન્ટ હતી ત્યારે મારે તેની સાથે રહેવું જરૂરી હતું પરંતુ પોલીસે ખોટા પાસાના કેસ કરી મને જેલમાં મોકલી આપ્યો હતો.જેને લઇ મારી વાઈફ નું મિસ કરે જ થઈ ગયું છે મેં આ 38 દિવસ દરમિયાન મારા બાળકને ખોઈ લીધું છે.હું આ ભૂલવાનો નથી.એને પણ આ ખોટું કામ કર્યું છે તેની સામે કોર્ટમાં જઈને ન્યાયની માંગ કરીશ અને તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરીશ.

પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની માંથી મને કાઢી મૂક્યો
કોંગ્રેસના ચાર કાર્યકરો માંથી અન્ય એક કાર્યકર સંતોષ શુક્લાય જણાવ્યું હતું કે હું પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીની બેંકમાં જોબ કરતો હતો.મારા પરિવારમાં બે બાળકો અને અમે પતિ પત્ની છે.મારા પર ખોટો છેડતી નો ગુનો દાખલ કરી દેવાતા મને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો છે.મારા બેંકમાં emi પણ ચાલી રહ્યા છે.નોકરી માંથી કાઢી મુકાતા આજે મારા પરિવાર પર આર્થિક સંકટ પણ ઊભું થયું છે.હાલ તો કોંગ્રેસ મને મદદ કરી રહ્યું છે.પરંતુ પોલીસની ખોટી કાર્યવાહીને લઈ ખૂબ જ માનસિક યાતના સહન કરવાનો સમય આવ્યો છે.

ભાજપમાં પાર્ટીના ઇશારે મહિલાએ ખોટી ફરીયાદ કરાવી
કોંગ્રેસના કાર્યકરોને પાછા કરાયા બાદ તેઓ નિર્દોષ છૂટીને આવ્યા ત્યારે તમામ પુરાવા મીડિયા સમક્ષ રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે જે મહિલાએ છેડતીની ફરિયાદ કરાવી છે તે મહિલાને અમે ઓળખતા પણ નથી અને તે મહિલા પણ અમને ઓળખતી નથી.અમે રોડ ઉપર ડોમની બહાર કાળા વાવતા ફરકાવતા હતા જ્યારે ફરિયાદ નોંધાવનાર મહિલા તો ડોમની અંદર હતી જ્યાં પ્રધાનમંત્રી નો કાર્યક્રમ શરૂ થવાનો હતો તે જગ્યાએ હતી.અંગેના મહિલાના ડોમમાં હાજરી હોવાના ફોટા પણ પુરાવા સ્વરૂપે અમે રજૂ કર્યા હતા.ભાજપની આ મહિલા કાર્યકર્તા છે અને ભાજપના ઈશારે આ મહિલાને ફરિયાદ કરવા ઉભી કરાવી હતી.ને પણ જાણ હતી કે આ મહિલા ખોટી ફરિયાદ કરી રહી છે તેમ છતાં તેમણે આ ફરિયાદ લીધી અને અમારી પર પાછા કરાવી અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો.

અન્ય સમાચારો પણ છે...