ગોડાદરામાં શિવલિંગની ચોરી:મંદિર માટે જગ્યા ન આપવી તે પડે માટે બિલ્ડર, પુત્ર અને પિતરાઈઓએ મંદિર તોડી શિવલિંગ ચોરી કર્યું, 4ની ધરપકડ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

શહેરના ગોડાદરા નિલકંઠ સોસાયટીમાં કોમન પ્લોટમાં બનાવેલું મંદિર તોડી પાડી ભગવાનની શિવલિંગ ચોરી કરતા બિલ્ડર સહિત 4ની ધરપકડ કરાઈ હતી. જેમાં 2 આરોપી પિતા-પુત્ર અને 2 પિતરાઇભાઈ સામેલ છે.

ગોડાદરા નીલકંઠ સોસાયટીમાં મૂળ માલિક દ્વારા પ્લોટિંગ પાડવામાં આવ્યા હતા. પછી સોસાયટીમાં મંદિર અને ગાર્ડન બનાવી આપવાની બિલ્ડરે વાત કરી હતી. જો કે બિલ્ડરે મંદિર ન બનાવી આપતા લોકોએ ફાળો એકત્ર કરી ભગવાન ભોલેનાથનું મંદિર બનાવી દીધું હતું. હવે મંદિર બનાવી દેતા જગ્યા આપવી ન પડે તે માટે બિલ્ડરે તેના પુત્ર સહિત 4 જણા સાથે મળીને રાત્રીના સમયે મંદિર તોડી પાડી શિવલિંગ ચોરી ગયા હતા.

આ ગુનામાં ગોડાદરા પોલીસે બિલ્ડર પ્રેમજીભાઇ આંબાભાઇ ગોટી(67), પુત્ર આશીષભાઇ પ્રેમજીભાઇ ગોટી(30)(બન્ને રહે, જુની શકિત વિજય સોસાયટી,વરાછા), શાંતિભાઇ ખોડાભાઇ ગોટી(45) અને હિમ્મતભાઇ ખોડાભાઇ ગોટી(48)(બન્ને રહે,પંચવટી રો-હાઉસ, સરથાણા)ની ધરપકડ કરી છે. ચારેય જણા મૂળ ભાવનગરના કુંઢેલીગામના વતની છે. પોલીસે શિવલિંગ બિલ્ડરની ઓફિસમાંથી કબજે કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...