તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરો ઝડપાયા:સુરતમાં કિંમતી ધાતુ માટે કારના સાયલેન્સર ચોરતી ટોળકીના 4 શખ્સો 1.22 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

સુરત23 દિવસ પહેલા
આરોપીઓ પાસેથી 3200 ગ્રામ જેટલી સાયલેન્સરમાં વપરાથી કિંમતી માટી પણ કબ્જે કરાઈ હતી.
  • તસ્કરો નવું સાયલેન્સર કાઢીને જૂનું ફિટ કરીને ચોરી કરતાં હતા

સુરત શહેરમાં માત્ર કારના જ સાયલેન્સર ચોરી કરનાર ટોળકી સક્રિય થઈ હતી.છેલ્લા દોઢેક માસમાં સરથાણા, કાપોદ્રા, મોટા વરાછા, પુણા, વરાછા સલાબતપુરા, અમરોલી, ઉધનામાં 10 ઇકો કારમાંથી સાઈલેન્સર ચોરી થયા હતાં. તસ્કરો કારમાંથી સાયલન્સર કાઢી જૂનું ફિટ કરી ને જતા હતાં. પરંતુ હાલ આ શાતિર ચોર ગેંગના 4 તસ્કરો પાંજરે પૂરાઈ ગયા છે. પોલીસ તપાસમાં તસ્કરો કિંમતી ધાતુ માટે સાયલેન્સરની ચોરી કરતાં હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે તસ્કરોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

સાયલેન્સરમાંથી કાઢી લેવામાં આવેલી માટી પણ પોલીસે કબ્જે કરી હતી.
સાયલેન્સરમાંથી કાઢી લેવામાં આવેલી માટી પણ પોલીસે કબ્જે કરી હતી.

પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો
સલાબતપુરા પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી 3200 ગ્રામ જેટલી સાયલેન્સરમાં વપરાથી કિંમતી માટી જેની કીમત રૂ.60 હજાર તથા 4 સાયલન્સર રૂપિયા 2 હજાર તથા સેન્ટ્રો ફોર ગાડી જેનો રજી.નં GJ-05-CE-0860 જેની કિ.રૂ 60 હજાર ની મત્તાની મળી કુલ્લે કિ.રૂ. 1.22 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.તસ્કરોની સાથે કોણ કોણ અન્ય લોકો છે તેની પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કારના સાયલેન્સર કાઢીને જૂના સાયલેન્સર ફીટ કરી દેવામાં આવતાં હતાં.
કારના સાયલેન્સર કાઢીને જૂના સાયલેન્સર ફીટ કરી દેવામાં આવતાં હતાં.

ધાતુનો ચુરો ચોરી કરતાં હતા
એમ. વી. કિકાણી (પી. આઈ. સલાબતપુરા પો. સ્ટે.)એ જણાવ્યું હતું કે, કારના સાઈલેન્સરમાં કાર સ્મૂથ ચાલે તે માટે તેમાં ધાતુનો ચુરો ઉપયોગમાં લેવાતો હોય છે. એક સાઈલેન્સરમાં ત્રણેક કિલો ધાતુનો ચુરો હોય છે. એક કિલો ધાતુ ચાર હજાર રૂપિયામાં વેચાય છે. ધાતુના ચુરામાં પ્લેટેનિયમ જેવી કિંમતી ધાતુ હોય છે. તેથી ટોળકી માત્ર સાઈલેન્સર ચોરી કરતી હતી અને ચોરીના સમયે એ ધ્યાન રાખતા હતા કે કારમાં જૂનું સાયલન્સર ફિટ કરી દેવામાં આવતું હતું.

પોલીસે આરોપીઓને ઝડપી લઈને સમગ્ર મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસે આરોપીઓને ઝડપી લઈને સમગ્ર મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો.

પકડાયેલા આરોપીઓના નામ
(1) અર્શદ રફીક શેખ ઉવ.22 પો.ગેરેઝ (રહે, ઘર નગય ગલી નો4 નવા મેલા સંજયનગર પુણા)
(2) મોહમદ સલમાન મોહમદ રહીમ સીદીક ઉ.વ.21 (રહે, 65 મારતનગર લીંબાયત)
(3) વિહંદ રઉફ શેખ ઉં.વ 25 ધંધો. મજુરી (રહે, ઘર નં.308 ગલી નં 14 નવા કમેલા પુણા)
(4) અલ્પેશ ભાઈલાલભાઈ વાઘેલા ઉ.વ.18 ધંધો.સીજનેબલ (રહે, ઘર નં.104 શિવનગર સોસાયટી પટેલ નગરની બાજુમા ઉધના હરીનગર-2)