તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુરતના મોટા વરાછાથી વેલંજા જતા લોકોને અટકાવી ચપ્પુની અણીએ લૂંટ ચલાવતા બે કિશોર સહિત 4 ઝડપાયા

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે બે કિશોર સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે. - Divya Bhaskar
પોલીસે બે કિશોર સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે.
  • દિવાળીના તહેવારમાં રૂપિયા કમાવાની લાલચમાં લૂંટ ચલાવતા હતા

થોડા દિવસોથી મોટા વરાછાથી વેલંજા જતા લોકોને લૂંટી લેવાની ઘટનામાં વધારો થતાં પોલીસે કાર્યવાહી કરી છે. અમરોલી અને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે બાઈક પર જતા લોકોને ચપ્પુની અણીએ ડરાવી, ધમકાવી, ઈજા કરી રોકડા તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી ગુનો કરનારી ગેંગના સાગરીતોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ચાર આરોપીઓને ઝડપી લઈને મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

બે કિશોર સહિત કુલ 4 ઝડપાયા
પોલીસે પેટ્રોલિંગ કરવાની સાથે બાતમીના આધારે પુણા સિમાડા કેનાલ રોડ પરથી વિજય ઉર્ફે વોન્ટેડ ઉર્ફે કાલીયા વિનુભાઈ વાઘેલા (ઉ.વ.આ.19) રહે. ઘર નંબર 16 સાંઈનાથ સોસાયટી કાપોદ્રા ચોકડી પાસે મૂળ વતન સરખડિયા, તા.સિંહોર, જિ.ભાવનગર અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રવિણ ચૌહાણ (ઉ.વ.આ.19) રહે. બિલ્ડીંગ નંબર 6 જનતા એપાર્ટેમેન્ટ ગાયત્રી સોસાયટીની સામે વરાછા મૂળ વતન ભોજાવદરગામ, તા.ઉમરાળા, જિં. ભાવનગર તેમજ બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન નંગ 3 તેમજ છોર તથા સ્પલેન્ડર મોટસાયકલ સહિત કુલ 51,500ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવાળીમાં કમાવાના ઈરાદે લૂંટ ચલાવતા
પકડાયેલા કિશોરોએ પોલીસને પૂછપરછમાં કહ્યું કે, આગામી દિવાળીનો તહેવાર હોવાથી રૂપિયા કમાઈ લેવાના હેતુથી રાત્રિના સમયે એકલ દોકલ વાહન ચાલકોને એકાંત સ્થળે રોકી લઈ ચપ્પુની અણીએ ડરાવી ધમકાવી લૂંટી લેવાના ઈરાદે તોએ સાગરીતો સાગર ઉર્ફે એસ.ડી. સોલીંકી તથા જાહીર ઉર્ફે જયલો પઠાણ સાથે મળી છ જણાએ મોપેડ અને બાઈક પર ત્રિપલ સવારી બેસી અમરોલી અને કામરેજ વિસ્તારમાંથી વાહનચાલકો પાસેથી લૂંટ ચલાવી હતી.

પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો
કિશોરોએ કરેલી કબૂલાતના આધારે અમરોલીના બે અને કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ એમ કુલ પાંચ લૂંટના ગુનાનો ભેદ ઉકલવામાં ઓપીલને સફળતા મળી છે. હાલ પોલીસે આ ગુનામાં ફરાર આરોપીઓને પણ ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો