કાર્યવાહી:કાપોદ્રામાં દિલીપ બારૈયાની હત્યામાં 4 લોકોની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાલિકાના પાર્કિંગની બબાલમાં મધ્યસ્થી કરવા જતા તલવાર અને ચપ્પુથી હુમલો કરાયો હતો

કાપોદ્રા સ્નેહ મુદ્રા સોસાયટી પાસે પાલિકાના પાર્કિંગમાં બુધવારે મોડીરાત્રે માથાભારે દિલીપ ઉર્ફે દીપક રઘુ બારૈયાની તિક્ષ્ય હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. જેમાં કાપોદ્રા પોલીસે માથાભારે રધુ ઉર્ફે રધુ બુલેટ હકા માલકીયા (41) (રહે, અમરોલી), રામ હકા માલકીયા (42) , રાજુ ગભા સફાદરા (42), ભરત ઘુઘા જોગરાણા (34) તમામ રહે, કાપોદ્રા)ની ધરપકડ કરાઈ છે. રઘુ ભરવાડના પિતરાય ભાઈની જોડે પાર્કિગવાળા સાથે વાહનને નુકસાન થવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં મધ્યસ્થી થવા જતા દિલીપ અને તેના મિત્રને રઘુના પિતરાયભાઈએ ગાળો આપી જોઇ લેવાની ધમકી આપી હતી.

જેની અદાવતમાં રઘુ હકા ભરવાડ ઉર્ફે રઘુ બુલેટએ તેના 8 સાગરિતો સાથે દિલીપ બારૈયાની હત્યા કરી નાખી હતી. પાર્કિંગ બાબતે ઝઘડો થયાના દોઢ કલાક પછી રઘુ ભરવાડે સાગરિતો સાથે આવી તેના પર હુમલો કર્યો હતો. જીવ બચાવવા માટે મયુર અને અનિલ ભાગી ગયા. જયારે દિલીપને તલવાર, ચપ્પુ અને ફટકા વડે માથા, મોઢા અને છાતીના ભાગે ઘા મરાયા હતા.

હુમલાનો માસ્ટર માઈન્ડ રઘુ ભરવાડ બુલેટ પર પાછળ અજાણ્યાને બેસાડી આવ્યો હતો. અન્ય હત્યારાઓ છકડા સહિતના વાહનમાં આવ્યા હતા. PCR વાને પીછો કરી 3 હત્યારાને પકડી પાડ્યા છે. 4-5 વર્ષ પહેલાં રચના મરઘા કેન્દ્ર પાસે પોપડાની જમીન પર ગેરકાયદે કબજો કરનાર રઘુનું ઝૂંપડા દીપક ઉર્ફે દિલીપે ખાલી કરાવ્યું હતું. આ દિવસથી બન્ને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...