લૂંટારૂ પકડાયા:સુરતના પાંડેસરા જ્વેલર્સની દુકાનમાં માસ્ક બાંધી લૂંટનો પ્રયાસ કરનારા કિશોર સહિત 4 આરોપી ઝડપાયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જ્વેલર્સને ત્યાં લૂંટનો પ્રયાસ કરનાર આરોપીને પકડી લેવામાં પોલીસને સફળતા મળી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
જ્વેલર્સને ત્યાં લૂંટનો પ્રયાસ કરનાર આરોપીને પકડી લેવામાં પોલીસને સફળતા મળી છે.(ફાઈલ તસવીર)
  • અગાઉથી પ્લાન કરીને લૂંટનો પ્રયાસ કરાયો હતો

સુરતના પાંડેસરામાં જય અંબે જવેલર્સની દુકાનમાં ઘુસેલા માસ્ક ધારી લૂંટારુઓએ વેપારીને કટ્ટો-રિવોલ્વર બતાવી લૂંટનો પ્રયાસ કરનારા ચાર આરોપીને ઝડપી પડાવમાં આવ્યાં છે. વેપારીને વાતોમાં ભેરવીને લૂંટનો પ્રયાસ કરનારા એક બાળક કિશોર સહિત ચારને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લૂંટ માટે પ્લાન બનાવાયો હતો
લૂંટને અંજામ આપવા આવેલામાં એક બાળ કીશોર સહિત 4 ઝડપાયા છે. બાળ કિશોરની પૂછપરછ બાળકીશોર તથા તેના ભાઇ કનૈયા શર્મા તથા મીથીલેશ પ્રજાપતી તથા શીવમઓ સાથે મળી લૂંટનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પૂછપરછમાં બાળકીશોરે જણાવ્યું હતું કે, લૂંટને અંજામ આપવા માટે તેઓ પોતાના કિમ રહેતા ભાઇ કનૈયા શર્માના ઘરે મળી બનાવને અંજામ આપવાનુ પૂર્વ આયોજન કર્યું હતું. ત્યારબાદ મીથીલેશ પ્રજાપતી,કનૈયા શર્મા તથા શીવમ એક બાઇક પર બેસીને દુકાનમા જઇને લૂંટ કરશે તથા કિશોરદુકાનની બહાર રેકી કરી કોઇના આવવાનું ધ્યાન રાખશે તેવું નક્કી કરી ગુનો આચર્યો હોવાની કબૂલાત થઈ હતી.

વેપારી હિંમત દાખવી હતી
જ્વેલર્સની દુકાનમાં વેપારીને કટ્ટો(બંદૂક), બીજાએ ચપ્પુ અને ત્રીજાએ કોલર પકડીને બધી જવેલરી ડબ્બામાં મૂકીને આપી દેવાનું કહ્યું હતું. પરંતુ વેપારીએ હિંમત કરી ત્રણેય લૂંટારુઓ પર તૂટી પડ્યો હતો. દુકાનમાં જ મારા મારી કરી ત્રણેયને ધક્કો મારી દુકાન બહાર લઈ ગયો હતો. ત્યારબાદ બુમાબૂમ કરી દેતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. જેને લઈ ત્રણેય લૂંટારૂઓ ભાગ્યા હતા. લોકો અને મિત્રોએ ત્રણેયને પકડવા પણ દોડ્યા હતાં. જોકે કોઈ હાથમાં આવ્યું ન હતું. હાલ પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...