તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેન્ડ ગ્રેબિંગ કેસ:વરાછા અને ચોકના 2 ગુનાના 4 આરોપી 2 દિવસના રિમાન્ડ પર, પોલીસથી બચવા રાજુગીજુ ભૂગર્ભમાં

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • અન્ય કેસના જમીન માફિયાઓ હજી પોલીસ પકડથી દુર

સુરતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એક પછી એક ગુના નોંધાવવાની શરૂઆત થતાં જ પોલીસે આરોપીઓની ધરપકડનો સિલસિલો પણ શરૂ કર્યો છે. વરાછા અને ચોક પોલીસ મથકમાં નોંધાયેલાં બે ફરિયાદમાં ચાર આરોપીઓને સોમવારે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરાઇ હતી. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલો બાદ કોર્ટે ચારેય આરોપીઓને બે-બે દિવસના રિમાન્ડ પર મોકલતો હુકમ કરાયો હતો. દરમિયાન બીજી તરફ અન્ય પોલીસ મથકમાં નોંધોયલાં ગુનામાં હજી અનેક આરોપીઓ પોલીસ પકડથી દુર છે. જેમાં રાજુ ગીજુનો પણ સમાવેશ થાય છે. તમામ હાલ ફરાર છે.

લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં કલેકટરના આદેશ બાદ પાંચ પોલીસ મથકમાં આરોપીઓ સામે ગુના નોંધાયા હતા. કરંજની અઢી થી ત્રણ હજાર વારની જમીન પર 40થી વધુ ઢોર બાંધીને કબજો કરવાના કેસમાં ચાર આરોપી જીણા ધગલ, નરેશ ધગલ, માલ ધગલ અને કરશન ધગલ સામે ગુનો નોંધાયો હતો. જેમાંથી કરશન અને માલસુરની ધરપકડ કરાઇ હતી.

સિંગણપોરમાં ફ્લેટ પચાવી પાડવાના કેસમાં હર્ષદ લશકરી, આશિષ લશ્કરી અને શાંતિદાસ લશ્કરીની સામે ગુનો નોંધાયો હતો. લેન્ડ ગ્રેબિંગ એકટ્ હેઠળ ચોક, કતારગામ, વરાછા, સરથાણા અને અમરોલી પોલીસમા ગુના નોંધાયા છે. આવનારા સમયમાં બીજા અનેક ગુના નોંધાય એવી સંભાવના છે. કલેકટર પાસે ભૂ માફિયાઓ સામેની અનેક ફરિયાદો આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો