તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતમાં આગ જેવી દુર્ઘટનાઓને પહોંચી વળવા પાલિકા દ્વારા કડક હાથે કામગીરી કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં આગની બનતી દુર્ઘટનાઓને રોકવા અને પહોંચવી વળવા ફાયરબ્રિગેડ દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હોય છે. છતાં પણ ફાયર સેફ્ટી ઉભી ન કરાતા અડાજણમાં આવેલા શ્રીજી આર્કેટની 392 દુકાનો સીલ કરી દેવામાં આવી છે.
5 અધિકારી અને 28 ફાયર જવાનો દ્વારા સીલ કામગીરી
અડાજણ વિસ્તારમાં આવેલા શ્રીજી આર્કેટમાં આ પહેલા પણ નોટિસ આપી સીલ માર્યા હતા. ત્યારે ફાયર સેફ્ટી ઉભી કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. જોકે, ત્યારબાદ પણ ફાયર સેફ્ટી ઉભી કરી ન હતી. દરમિયાન ફાયર વિભાગ વધુ ત્રણ નોટિસ આપી હતી. છતાં ફાયર સેફ્ટી ઉભી ન કરતા આજે વહેલી સવારે 5 અધિકારી અને 28 ફાયર જવાનો દ્વારા શ્રીજી આર્કેડની 392 દુકાનોને સીલ મારી દીધું હતું.
નોટિસો-એફિડેવિટ થતા ફાયર સેફ્ટી ઊભી ન કરી
સુરતમાં તક્ષશિલા, રઘુવીર માર્કેટમાં આગની ઘટનાઓ અને અમદાવાદ, વડોદરા, રાજકોટમાં આગની ઘટનાઓને પગલે ફાયર વિભાગ દ્વારા સુરત શહેરની હજારોની સંખ્યામાં ફાયર સેફ્ટીની નોટિસો આપવામાં આવી હતી. ત્યાર બાદ નોટિસો સામે ફાયર સેફ્ટી ઊભી કરવા માટે એફિડેવિટ પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. જોકે હજુ પણ ફાયર સેફ્ટી ઊભી કરવામાં ન આવતાં ફાયર વિભાગે લાલ આંખ કરી છે.
નોટિસ છતાં કામગીરી નહી
કોરોના કાળમાં ફાયર સેફ્ટી ઉભી કરવા અંગેનો પૂરતો સમય મળ્યો હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી રહ્યાનું ફાયરબ્રિગેડના ધ્યાનમાં આવ્યું છે. હવે તમામ શોપિંગ કોમ્પલેક્ષ શરૂ થઈ ગયા છે. ત્યારે નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરતા શોપિંગ કોમ્પલેક્ષ સીલ મારવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.