બદલી:પાલિકાના 39 કર્મચારીઓની બદલી કરાઈ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાનું સંક્રમણ કાબુ બહાર ફેલાતા પાલિકાના જુદા જુદા ઝોનના 39 જેટલા ટેક્નિકલ કર્મચારીઓની કોરોના ઇફેક્ટેડ ઝોન કતારગામ, વરાછા, સરથાણા અને રાંદેર ઝોન ખાતે બદલી કરવામાં આવી છે. કોરોનાની ગંભીર પરિસ્થિતિને પગલે ફીલ્ડ વર્ક સહિતની કામગીરી માટે ટેક્નિકલ કર્મચારીઓની બદલીના ઓર્ડર આજે કમિશનરે કર્યા છે. જે કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તેમાં ડેપ્યુટી ઇજનેરો, જુનિયર ઇજનેરો, આસિસ્ટન્ટ ઇજનેર, ટેક્નિકલ આસિસ્ટન્ટ, ઇલેક્ટ્રિકલ-સિવિલ સુપરવાઇઝર સહિત કુલ 39નો સમાવેશ થાય છે. 

અન્ય સમાચારો પણ છે...