તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 39 Bikes Seized From Gambling Club In Rander, 45 Bikes Found, 19 Lakh Votes Seized, Rander Police Raided Gandhinagar Vigilance On Saturday Afternoon

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રાંદેરમાં જુગાર કલબમાંથી 39ને પકડ્યા 45 બાઈક મળી 19 લાખની મતા કબજે, રાંદેર પોલીસ ઉંઘતી રહીને ગાંધીનગર વિજીલન્સની શનિવારે બપોરે રેડ

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાંદેરમાં શીતલ ટોકિઝ નજીક જુગારની ક્લબ છેલ્લા 6થી 7 મહિનાથી ચાલતી હતી. - Divya Bhaskar
રાંદેરમાં શીતલ ટોકિઝ નજીક જુગારની ક્લબ છેલ્લા 6થી 7 મહિનાથી ચાલતી હતી.

રાંદેર પોલીસની હદમાં રાંદેર શીતલ ટોકિઝ નજીક બે માળના મકાનમાં ચાલતી જુગારની ક્લબ પર ગાંધીનગરની વિજીલન્સે શનિવારે બપોરે રેડ પાડી હતી. વિજીલન્સની રેડને પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. વિજીલન્સની ટીમ ટોકન સિસ્ટમની ચાલતી જુગારની ક્લબ પરથી 39 જુગારીઓને પકડી પાડયા છે. 14.90 લાખની 45 બાઇક, 35 મોબાઇલ 88500 અને 3.19 લાખની રોકડ મળી 18.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ જુગારની ક્લબ યોગેશ ટંડેલ(રહે,શીતલ ચાર રસ્તા,રાંદેર) અને આરીફ ગુલામ મોહંમદ કોઠારી(રહે,રાંદેર) ચલાવતા હતા. બન્ને ત્યાંથી ભાગી જતા વોન્ટેડ જાહેર કર્યા છે. જુગારની ક્લબમાં નાસતો, જુગાર રમવા માટે ભાવ લખેલા ટોકન આપી જુગાર રમાડતાં હતા. ડેઇલી 7 લાખથી વધુનો જુગાર રમાતો હોવાની પણ વાત છે. શનિવારે બપોરે વિજીલન્સની રેડને પગલે મોટાપાયે ચાલતા જુગારના અડ્ડાઓ ટપોટપ બંધ થઈ ગયા હતા.

આરીફ-યોગેશ વોન્ટેડ
અડધો કલાકે કલબમાંથી રોકડ નીકળી જતી. આરીફ કોઠારીની કલબમાં કોઈકવાર હાજરી રહેતી, જ્યારે યોગેશ કલબમાં ડેઇલી આવી હેન્ડલીંગ કરતો હતો.

સ્થાનિક પોલીસની રહેમનજર
સામાન્ય માણસ ટોળા વળીને બેઠા હોય તો પોલીસ એપેડેમીક એકટ મુજબ કાર્યવાહી કરતી હોય છે. ત્યારે આ જુગારની ક્લબ છતાં પોલીસને આવા જુગારીઓ દેખાતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો