તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં એક મકાનમાં ચાલતા વરલી મટકાના અટ્ટા પર વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં 38 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે આ અડ્ડાના સંચાલક મોયો કાજી સહિત બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મોયો કાજી પોતાના મકાનમાં વરલી મટકા અને પોપટ ચકલીનો જુગાર રમાડતો
શહેરના પાંડેસરા વિસ્તારમાં ભેસ્તાન ક્રોસ રોડ પાસે આવેલા ગણેશ નગરમાં વિજિલન્સની રેડ પડી હતી. મોયો કાજી પોતાના મકાનમાં વરલી મટકા અને પોપટ ચકલીનો જુગાર રમાડતો હતો. જેમાં બુધવારે રાત્રે રેડ પડી હતી. દરમિયાન 38 શખ્સોની રોકડ રૂપિયા 43150 અને 31 ફોન જેની કિંમત 54000 સહિત રૂપિયા 2.87 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે વરલી મટાકાનો સંચાલક મોયુદિન ઉર્ફે મોર્યા નાજુદીન કાજી અને નાનાભાઈ પાટીલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 38 લોકોનીની અટક કરી જામીન પર છોડી મુકાયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
એક મહિના પહેલા ટ્યુશન ક્લાસમાં ચાલતું જુગારધામ ઝડપાયું હતું
કતારગામમાં ટ્યુશન ક્લાસ ચલાવનારે ક્લાસમાં જ જુગારખાનું શરૂ કર્યું હતું. 1 મહિના પહેલા કતારગામ પોલીસે છાપો મારી ટ્યુશન સંચાલક સહિત 7 જુગારીઓની ધરપકડ કરી 7 ફોન અને રોકડ મળી 64500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કોરોનાના કારણે સરકારની ગાઇડ લાઈન મુજબ ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓને બોલાવી શકાતા નથી ત્યારે સંચાલકે જુગારીઓને બોલાવી આવક ચાલુ કરી હતી. કતારગામ પોલીસને બાતમી મળી હતી કે વી.એન.ગોધાણી સ્કુલની સામે સ્વસ્તિક આર્કેડના પહેલા માળે આવેલા સોનાણી ટ્યુશન ક્લાસીસમાં જુગાર રમાય છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.