સાવચેતી જરૂરી:સુરતમાં ઉત્તરાયણના એક જ દિવસમાં 3770 કોલ 108ને મળ્યા, બેના મોત, ગત વર્ષની સરખામણીમાં 21 ટકા કોલ વધ્યા

સુરત12 દિવસ પહેલા
સમગ્ર શહેરમા પતંગ ચગાવતી વખતે દુર્ઘટનાઓ સર્જાઈ હતી.
  • સાવચેતી જરૂરી ગળા કપાયાના કુલ 27 કેસ નોંધાયા, 570 ધાબા પરથી પટકાયા અને 720 એક્સિડેન્ટ થયા

સુરત શહેરમાં ઉત્તરાયણ બાદ આજે વાસી ઉત્તરાયણની સુરતીઓએ ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ દોરીના કારણે બે લોકોના મોત થયા છે. પતંગની દોરીથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 21 ટકા કોલ 108ને વધારો જોવા મળ્યો હતો. એક જ દિવસમાં 3770 કોલ 108ને મળ્યા હતા. આખો દિવસ 108ની એમ્બ્યુલન્સ રોડ પર દોડતી રહેતા પીડિત પરિવારના લોકોને રાહત મળી હતી.

570 લોકો પટકાયા
સુરત શહેર અને જિલ્લામાં કુલ 62 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. 14 જાન્યુઆરીના રોજ સુરત શહેર અને જિલ્લામાં મળી કુલ 3770 કોલ 108ને મળ્યા હતા. જ્યારે ગયા વર્ષે 3359 કોલ હતા. આ વર્ષે કુલ 27 લોકોના પતંગના દોરાથી ગળાં કપાયા હતા અને 570 લોકો ધાબા પરથી નીચે પટકાયા હતા. જ્યારે 720 લોકોના રોડ એક્સિડેન્ટ થયા હતા. ઉલ્લેખનિય છે કે, પતંગના દોરાના કારણે મોત નથી નીપજ્યુ પણ રોડ એક્સિડેન્ટ કેસમાં વધારો નોંધાતા 108ની ટીમ સતત ખડેપગે હતી.

નામદેવ તાંડલેકરન ફાઈલ તસવીર
નામદેવ તાંડલેકરન ફાઈલ તસવીર

ત્રીજા માળેથી પટકાતા મોત
મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, નામદેવ શિવાજી તાંડલેકર ઉ.વ. 45 (રહે સંત તુકારામ સોસાયટી સાગર એપાર્ટમેન્ટ પાલન પુર જકાતનાકા રાંદેર) ટેલરિંગ ના કામકાજ સાથે સંકળાયેલા હતા. શુક્રવાર ના રોજ ઉતરાણ પત્વ ને લઈ ટેરેસ પર રાત્રી ભોજન નું આયોજન કરાયું હતું.જમ્યા બાદ ધાબા ઉપર ચાલતા ચાલતા અચાનક ત્રીજા માળેથી નીચે પટકાતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં નામદેવ ને મૃત જાહેર કરતા પર્વ માતમમાં ફેરવાય ગયો હતો. નામદેવ ને બે પુત્રી અને મૂળ મહાડ રાયગઢ ના રહેવાસી હોવાનું બહેન દિપાલી સેડગે એ જણાવ્યું હતું.

બાઈક સ્લીપ થઈ
પાંડેસરા તેરે નામ ચોકડી નજીક પતંગ નો દોરો વચ્ચે આવતા બાઇક ચાલક માતા સાથે સ્લીપ ખાય ગયો હતો. માતા પુત્ર જમીન પર પટકાયા બાદ બન્ને ને ઇજાગ્રસ્ત હાલતમાં 108 ની મદદથી સિવિલ લવાયા હતા. જ્યાં માતા નું માથાની ગંભીર ઇજાને કારણે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું પોલીસ તપાસમાં મૃતક તારામુનિપુરી મીસરી માઝી ઉ.વ. 50 રહે ચીકુવાડી કૈલાશ ચોકડી પાંડેસરા ના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. ઘટના શુક્રવાર ની સાંજે 4:30 બની હતી.

સિવિલમાં ફૈયાઝની સારવાર હાથ ધરાઈ હતી.
સિવિલમાં ફૈયાઝની સારવાર હાથ ધરાઈ હતી.

ગળું કપાયું
આજે સવારે ભેસ્તાન ચોકડી નજીક મોપેડ સવારનું પતંગના દોરાથી લગભગ 15 સે.મી. પહોળું અને દોઢ સે.મી. ઊંડું ગળું કપાઈ જતા તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સિવિલ લવાયા હતા. ઇજાગ્રસ્ત ફૈયાઝ અબ્દુલ કરીમ શેખ ઉ.વ. 38 રહે ભેસ્તાન ગોલ્ડન આવાસ ના રહેવાસી અને તપેલા ડાઇગના માલિક હોવાનું સામે આવ્યું હતું ખાતા પરથી ઘરે જતી વેળા એ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. 6 સંતાનોના પિતા ની હાલત ગંભીર હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે.

વિદ્યાર્થીનું ગળું ચીરાયુ
નવાગામ આરડીનગર નજીક પતંગના દોરાએ એક વિદ્યાર્થીનું ગળું ચીરી નાખતા દોરા સાથે 108ની મદદથી સિવિલ લવાયો હતો. ઇજાગ્રસ્ત અમબુશ વિજય શકર તિવારી ઉ.વ. 18 (રહે નવાગામ ચેતન નગર) ધોરણ-10 નો વિદ્યાર્થી અને લોકલ ક્રિકેટર હોવાનું ભાઈએ જણાવ્યું હતું. ચાર ભાઈઓમાં અમબુશ સૌથી નાનો અને આજે પપ્પા પાસે સાડીના ખાતા પર આવતા દુર્ઘટનાનો શિકાર બન્યો હતો. ડોક્ટરો કહી રહ્યા છે કે તેની હાલત ગંભીર છે એટલે એને ખાનગી હોસ્પિટલમાં લઈ જઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...