નવા જાહેરનામા મુજબ કાર્યવાહી:સુરતમાં 12 સ્કૂલ-કોલેજ પાસેથી 37 યુવકોની ધરપકડ; કોઈએ મેગી ખાવા તો કેટલાકે ચા પીવા આવ્યા હોવાનાં બહાનાં કાઢ્યાં

સુરત6 મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસના હાથે પકડાયા પછી યુવકોની બહાનેબાજી, જાહેરનામાના ભંગ હેઠળ ગુનો - Divya Bhaskar
પોલીસના હાથે પકડાયા પછી યુવકોની બહાનેબાજી, જાહેરનામાના ભંગ હેઠળ ગુનો
 • સ્કૂલ-કોલેજના 50 મીટરમાં પુરુષો પર પ્રતિબંધની અમલવારી શરૂ, પોલીસની આખો દિવસ પકડાપકડી
 • શહેરમાં ગુનાખોરી વધતાં સ્કૂલ-કોલેજો આસપાસ અડ્ડો જમાવીને પડ્યા પાથર્યા રહેતા યુવકો સામે પોલીસની કાર્યવાહી
 • અઠવા, ઉમરા, પાંડેસરા, રાંદેર, અમરોલી, ખટોદરા પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં ઓચિંતી કાર્યવાહીથી ફફડાટ

મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ સુરત પોલીસે સ્કૂલ-કોલેજની આસપાસના 50 મીટર સુધીના એરિયામાં લુખ્ખા તત્વોના બેસવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જેને લઈ શહેર પોલીસે એકાએક શુક્રવારે આવા સ્પોટ્સ પર ધસી જઈને સપાટો બોલાવી દીધો હતો. પોલીસે આવા 37 યુવકો સામે જાહેરનામાના ભંગ હેઠળનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બે દિવસ પહેલાં પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું પણ બહાર પાડયું હતું, જે મુજબ શહેરની સ્કૂલો-કોલેજો, ટ્યુશન ક્લાસીસ તેમજ મહિલા હોસ્ટેલથી 50 મીટર સુધીના દાયરામાં કેટલાક લુખ્ખા તત્વો સામે કોઈપણ ચોક્કસ કારણ વગર બેસવા કે ઊભા રહેવા સામે પ્રતિબંધ ફરમાવી દીધો હતો. જો કે, તેમ છતાં હજુ આવા તત્વો સુધારવાનું નામ લેતા ન હોવાથી પોલીસે શુકવારથી આ મામલે કડક હાથે કાર્યવાહી શરૂ કરી હતી, જે આગામી દિવસોમાં પણ કરાશે.

પોલીસે સ્કુલ-કોલેજા પાસેથી પકડતા લુખ્ખાઓ બહાના કાઢવા લાગ્યા હતા. જેમાં એક તો મેગી ખાવા માટે આવ્યો તો બીજો ચા પીવા તો એક સીગારેટ પીવા, તો એક તો કામ માટે અહીંથી પસાર થતો હોવાની વાત કરી છટકવાની કોશિશ કરી હતી. જો કે પોલીસે એકપણ યુવકને છોડયા ન હતા.

ક્યા કેટલા પકડાયા

 • કે.પી. કોમર્સ કોલેજ 10
 • એમટીબી કોલેજ પાસે 2
 • સ્કેટ કોલેજ પાસે 2
 • દેવકી નંદન સ્કુલ પાસે 3
 • ભીડભજન સ્કૂલ પાસે 2
 • ઓમ કોમ્પ્લેક્ષ પાસ 2
 • નવયુગ કોલેજ-સ્કૂલ પાસે 4
 • RV પટેલ કોલેજ પાસે 4
 • જીવનભારતી સ્કૂલ પાસે 2
 • RD કોન્ટ્રાકટર પાસે 1
 • ભટાર વિદ્યાભારતી સ્કૂલ પાસે 2
 • ભગવાન મહાવીર કોલેજ પાસે 2

VIP રોડ પર કાફે શોપમાં સીસીટીવી ન હોવાથી બે માલિકો સામે કાર્યવાહી
શહેરમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટમાં બંધ કેબિન ચાલતા કપલ બોક્ષ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. સાથે પોલીસનું જાહેરનામા માં કાફે શોપમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાડવાના છે. છતાં વીઆઈપી રોડ પર બે કેફે શોપમાં કેમેરા લગાડયા ન હતા. જેના કારણે ખટોદરા પોલીસે વીઆઈપી રોડ પર પેલેડીયમમાં ઘ હાર્ટ કે શોપના માલિક જૈમીશ ભરત વાસાણી અને દૂષ્ટી કાફે શોપના માલિક હાર્દિક તુલસી રાવલ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...