ગૌરવ:સુરતની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં એક પુત્રની માતાએ મેદાન માર્યું, 37 વર્ષીય શિક્ષિકા ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેર પોલીસ દ્વારા નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી

સુરતના કતારગામ કોમ્યુનિટી હોલમાં સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશન અને સુરત શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે આયોજિત નેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં યોજાઈ હતી. જેમાં એક સંતાનની માતા પદમીશા ટેલર ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બન્યાં હતાં.જેમને 1 લાખનું ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

હાઈએસ્ટ ટોટલ મેળવ્યાં
" સ્માર્ટ & ક્લિન સુરત " અને " ડ્રગ્સ ઈન સુરત સિટી " ના શીર્ષક હેઠળ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું . રવિવારે સ્પર્ધામાં ફાઇનલ યોજાઇ હતી . બીલીમોરામાં રહેતા અને ઘરથી 70 કિમી દૂર વલસાડ જિલ્લાના મોટા પોન્ડામાં આવેલી શાહ જીએમડી સાર્વજનિક હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પદમીશા ધનંજય ટેલર ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બન્યા હતાં. તેમને 1 લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. પદમીશાબેન પાવરલિફ્ટિંગ હાઇએસ્ટ ટોટલ અને બેન્ચપ્રેસ ચેમ્પિયન પણ થયા હતાં.

બે વર્ષથી તાલિમ લેતા હતા
પદમીશાબેને વિમેન્સ કેટેગરીમાં તેમણે ત્રણ મેડલ મેળવ્યા હતા. પદમીશાબેને જણાવ્યું હતું કે, મારા પતિ ધનંજયભાઇ જિમમાં જતા હતા. તેમણે મને પણ જિમમાં જવાની પ્રેરણા આપી હતી. તેથી મેં બે વર્ષ પહેલા જિમ શરૂ કર્યુ હતું. સવારે પાંચ વાગ્યે ઉઠીને ઘરકામ કરીને અમે બન્ને શિક્ષકની નોકરી કરવા જઇએ છીએ. અમારે તેર વર્ષનો પુત્ર હર્ષિલ ધો. 8માં અભ્યાસ કરે છે.

સુરતનો અમરીશ પણ જીત્યો
મેન્સ કેટેગરીમાં હરિયાણાનો કુમારપાલ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન થયો હતો. તેને 1 લાખ ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. પાવર લિફ્ટિંગ હાઇએસ્ટ ટોટલમાં સુરતનો અમરીશ રૂપારેલીયા વિજેતા જાહેર થતા તેને 51 હજાર ઇનામ અપવામાં આવ્યું હતું. જ્યારે ટીમ ઇવેન્ટમાં ગુજરાતની ટીમ ચેમ્પિયન અને ઝારખંડની ટીમ વિજેતા જાહેર થઇ હતી.