કોઈ એપ ડાઉનલોડ કરવાનું કહે તો ન કરો:37 લોકોએ સાઇબર સેલનો ત્વરિત સંપર્ક કરતાં 48 કલાકમાં જ 26.85 લાખ પરત મળ્યા

સુરત9 દિવસ પહેલાલેખક: ધિરેન્દ્ર પાટીલ
  • કૉપી લિંક
  • ઠગના ખાતામાં નાણાં પડી રહ્યા હોય તો પરત મળવાની સંભાવના વધુ
  • અજાણ્યો એપ ડાઉનલોડ કરવા કહે તો કરવી નહીં
  • સુરતના ફ્રોડમાં મોટા ભાગે અન્ય રાજ્યના આરોપીઓની સંડોવણી

શહેરમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો જો તાત્કાકિલ પોલીસને જાણ કરે અને ખાતાની વિગત આપે તો રૂપિયા પરત મળવાની સંભાવના વધી જાય છે. 2021 અને 2022ના 16 મહિનામાં સાયબર સેલે 37 લોકોને 26.85 લાખ રૂપિયા પરત અપાવ્યા છે. સેલના એસીપી વાય.એ. ગોહિલે જણાવ્યું કે ભોગ બનનારાના ખાતામાંથી અન્ય ખાતામાં રૂપિયા ગયા હોય તો પરત મળવાની સંભાવના વધુ છે.

ઠગના ખાતામાં આ રૂપિયા પડી રહ્યા હોય ત્યારે પણ પરત મળવાની પુરેપુરી સંભાવના છે. આ 37 એવા કેસ છે જેમાં ઠગે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ ઉપાડ્યા ન હતા કે અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા ન હતા. આ બધા એવા કેસ છે કે જેમાં ભોગ બનનારે પોલીસને માત્ર જાણ જ કરી છે. તેમણે કોઈ ફરિયાદ નોંધાવી નથી.

ગુના નોંધાયા એવા 78 બનાવમાં 92.42 લાખ રૂપિયા રિકવર થયા

20212022
ગુના નોંધાયા5028
રૂપિયાનો ફ્રોડ103577848419671
ગુના ઉકેલાયા4424
આરોપી પકડાયા5834
રિકવરી72,12,00020,30,200

આ 5 સ્થળના આરોપીઓ હોય તો પોલીસની મહેનત વધી જાય

આટલું કરો તો સાયબર ફ્રોડથી બચી શકાય

  • કોઈ અજાણ્યો એની ડેસ્ક, ક્વીક સપોર્ટ, ટીવ વ્યુવર જેવી એપ ડાઉનલોડ કરવા જણાવે તો ડાઉનલોડ કરવી નહીં.
  • અજાણ્યાની ફ્રેન્ડ રીક્વેસ્ટ કે વીડિયો કોલ સ્વીકારવો નહીં.
  • એસએમ-ઇ મેઇલ દ્વારા મોકલવામાં આવેલ અજાણી શંકાસ્પદ લીંક પર ક્લીક કરવું નહીં
  • ઓનલાઇન આપવામાં આવેલ નોકરી માટે કોઈ રજીસ્ટ્રેશન ફી ચુકવવી નહીં.
  • લોટરી-ઇનામ લાગ્યાના મેસેજ-કોલનો પ્રતિભાવ આપવા નહીં​​​​​​​
  • અજાણ્યા સાથે સોશિયલ સાઇટ પર મિત્રતા થયા બાદ તેના દ્વારા મોકલવામાં આવેલ ભેટ માટે કોઈ રૂપિયા ચૂકવવા નહીં
અન્ય સમાચારો પણ છે...