સુરતના રીગરોડ મિલેનિયમ ટેક્ષટાઇલ માર્કેટ-4 માં દુકાન ધરાવતા વેપારીને ગઠિયાઓ કાપડના દલાલ અને વેપારીઓ તરીકેની ઓળખ આપી 3.65 કરોડનું ગ્રે-કાપડ લઈ હાથ ઉંચા કરી દેતા વેપારીએ પોલીસ સ્ટેશનના ઢવાર ખખડાવવાની ફરજ પડી છે.અવાર નવાર લાખ્ખો રૂપિયાનો કાપડનો જથ્થો મંગાવી પૈસા સમયસર ચૂકવી દેવાનો વચનો આપી છેતરપીંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે. આઠ જણા સામે ઉધના પોલીસે છેતરપિંડી ની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
તમામની સામે ફરિયાદ નોધાઈ
અરવિંદભાઇ ઉર્ફે અતુલભાઇ ભગવાનભાઇ વઘાસીયા(રહે, ગ્રીન વિકટરી અલથાણ કેનાલ રોડ) એ જણાવ્યું હતું કે, તેઓ ભાઠેના ખાતે આવેલી મિલેનીયમ ટેક્સટાઇલ્સ-4 દુકાન નંબર 3038 માં આરવ સિન્થેટીક્સ અને આરના ફેશનના નામની ગ્રે કાપડની દુકાન ધરાવે છે. પોણા બે વર્ષ અગાઉ કેટલાક વેપારીઓ સંપર્કમાં આવ્યા હતા. જેમાં અર્થ ઉર્ફે સાગર મનુભાઇ પટેલ (કાપડીયા) (રહે. બી/307, કોરલ હાઇટ્સ ભીમરાડ અલથાણ), રામેન્દ્ર પ્રહલાદભાઇ પટેલ (રૂદ્રાશ ફેશન પ્રોપ્રાઇટર) (રહે. પ્લોટ નંબર 6/14 પહેલો માળ ખટોદરા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી અરહિંત સેલ્સ ની સામે ખટોદરા સુરત તથા દુકાન નંબર 2128 બીજો માળ શ્રી વણકર ટેક્ષટાઇલ માર્કેટ રીંગરોડ), મહેન્દ્ર કાંતિલાલ પટેલ (રીયા ફેશન પ્રોપ્રાયટ૨) (રહે.પ્લોટ નંબર સી 109 લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઅલ સોસાયટી બી.આર.સી. ઉધના સુરત રહેવાસી ઘર નંબર 3/ 2885, સી/12-એ, માલીની વાડી પીપરડી શેરી સલાબતપુરા), તરંગ પટેલ (રીયા ફેશનના કર્તાહર્તા) (રહે.પ્લોટ નંબર સી 109 લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઅલ સોસાયટી બી.આર.સી. ઉધના સુરત રહેવાસી ઘર નંબર 3/2885, સી 12-એ, માલીની વાડી પીપરડી શેરી સલાબતપુરા), ધર્મેન્દ્રકુમા૨ કનુભાઇ પટેલ (સાંવરીયા ફેશનના પ્રોપ્રાઇટર) (રહે. 403ચોથો માળ પ્રાઇમ પોઇન્ટ, બિલ્ડીંગ નંબર એન, ગજાનંદ સંકુલની બાજુમાં વડોદ બમરોલી તથા દુકાન નંબર 1042 કુબેરજી વર્લ્ડ સારોલી સુરત તથા 547 અવધ ટેક્ષટાઇલ માર્કેટ સહારા દરવાજા રીંગ રોડ), વિપુલકુમાર ઇશ્વરભાઇ પટેલ (સાનિયા ફેશન પ્રોપ્રાઇટ૨) (રહે.પ્લોટ નંબર આઇ/10 લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી બી.આર.સી. ઉધના), નીકુંજકુમાર ડાહ્યાલાલ પટેલ (રેઇમ્બોફેબ્રિકસના પ્રોપ્રાઇટર) (રહે.પ્લોટ નંબર 3/4 ખટોદરા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ઇશીતા હાઉસની પાસે સબજેલ ખટોદરા સુરત રહેવાસી બિલ્ડીંગ નંબર 6 પ્લોટ નંબર 14 સબજેલ ની પાછળ ખટોદરા ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ.સર્વીસ સોસાયટી લી.ખટોદરા) અને મયુરભાઈ સહીત તમામે ભેગા મળી પોતાની ઓળખ કાપડના વેપારીઓ અને દલાલ તરીકે હતી.
એક વર્ષ સુધી માલની ખરીદી કરી
ગત તારીખ 24/2/2020થી 2/1/2021 ના સમયગાળા દરમિયાન અલગ અલગ ફર્મમાં નામે કુલ 3.65 કરોડનો માલ મંગાવ્યો હતો. જોકે બાદમાં સમયસર પૈસા ન ચુકવતા તેમણે પૈસાની ઉઘરાણી શરુ કરી હતી. જેથી તમામે ભેગા મળી હાથ ઊંચા કરી લેતા તેમણે ઉધના પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.