તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:કોરોનાના નવા 36 કેસ, એક્ટિવ 287, જિલ્લાના 7 તાલુકામાં એકેય કેસ નહીં

સુરત18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

શુક્રવારે શહેર જિલ્લામાં કોરોનાના નવા 36 કેસ સામે આવ્યા હતા જયારે 42 લોકો કોરોનામાંથી સાજા થતા રજા અપાઈ હતી.શુક્રવારે શહેરમાં નવા 34 અને જિલ્લામાં નવા 2 કેસ આવ્યા હતા.જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા ઘટીને તળીયે આવી છે. કેટલાક તાલુકાઓમાં તો એક પણ કેસ સામે આવ્યો નથી. શુક્રવારે પણ કોરોનાને લીધે શહેર જિલ્લામાં એક પણ મોત નોંધાયું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાને લીધે 1137 લોકોના મોત થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 52,897 થઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ 287 એક્ટિવ કેસ છે.

શુક્રવારે વિદ્યાર્થીઓ, ખેડૂતો, બેન્ક કર્મચારી અને ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલાઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં કોરોનાનું જોર ઘટી રહ્યું હોવાનું આંકડા પરથી ફલિત થાય છે.જિલ્લાની વાત કરીએ તો બારડોલીમાં 1 અને ચોર્યાસીમાં 1 કેસ નોંધાયો છે. જયારે ઓલપાડ,કામરેજ,પલસાણા,મહુવા,માંડવી,માંગરોળ અને ઉમરપાડામાં એકપણ કેસ સામે આવ્યો ન હતો. શહેરની સરકારી હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓની સ્થિતિ પર નજર કરીએ તો સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેર પર 2 અને બાયપેપ પર 1 દર્દી સારવાર હેઠળ છે. આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર 3 અને ઓક્સિજન પર 2 દર્દીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો