કામગીરી:ટ્રેનમાં ટિકિટ વગરના યાત્રીઓ પાસેથી 36 કરોડ દંડ વસુલાયો, 7 માસમાં 6.79 લાખ કેસ પકડાતા કાર્યવાહી

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પ.રેલવે દ્વારા ગત એપ્રિલથી ઓક્ટો. સુધીમાં ટિકિટ વગર મુસાફરી કરતા લોકો પાસે 36 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો. રેલવેના જણાવ્યા પ્રમાણે, કુલ 6.79 લાખ કેસ પકડવામાં આવ્યા હતા.જેમાં જનરલ ટિકિટ પર અન્ય કોચમાં મુસાફરી, ટિકિટ વગર મુસાફરી અને બુક કરાવ્યા વગર સામાન લઈ જવાના કેસ છે. સુરત અને ઉધના સ્ટેશનથી પણ સેંકડો મામલા પકડાયા હતા અને દંડ વસુલાયો હતો.આટલું જ નહિ પણ આરક્ષિત ટિકિટના હસ્તાંતરણના 4 કેસ સામે આવ્યા હતા.262 ભિખારી અને 409 ફેરીયા પકડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...