તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:નવા 231 કેસની સામે 356 સાજા, કોરોનાએ વધુ 10ના જીવ લીધા, એક્ટિવ કેસ 3237 પર

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટર,નર્સો સહિત મેડિકલ સ્ટાફ કોરોના સંક્રમીત થવાનો સીલસીલો યથાવત

શુક્રવારે ડોકટરો સહિત મેડિકલ સેવા સાથે સંકળાયેલા અનેકના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.જ્યારે કુલ 10 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો હતો. સુરત શહેર જિલ્લામાં શુક્રવારે નવા 231 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.શુક્રવારે શહેરમાં 183 અને જિલ્લામાં 48 મળી નવા 231 દર્દીઓ સામે આવ્યા હતા.

શુક્રવારે કોરોનામાં શહેરમાં 5 અને જિલ્લામાં 5 લોકોએ જીવ ખોતા શુક્રવારે કુલ 10 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો હતો જેને પગલે મરણાંક 668 પહોંચી ગયો હતો શહેરના 309 અને જિલ્લાના 47 દર્દી મળી વધુ 356 લોકોને શુક્રવારે રજા આપવામાં આવી હતી.સુરત શહેર જિલ્લામાં ત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 15362 ઉપર પહોંચી ગઈ છે કોરોનાને માત આપી 11457 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.

સચીનના 30 વર્ષના યુવકનું પણ મોત
શુક્રવારે શહેરમાં 5 અને જિલ્લામાં 5 લોકો મળી કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યો હતો.લીંબાયતના નવાગામની 49 વર્ષીય મહિલા,ખજોદગામના 40 વર્ષીય યુવક,આસપાસ ગોડાદરાની 60 વર્ષીય મહિલા,નાના વરાછામાં રહતા 68 વર્ષીય વૃદ્ધ અને ઉધનાના હરિનગરની 80 વર્ષીય વૃદ્ધા,કામરેજના પાસોદરાની 65 વર્ષીય વૃદ્ધા,માંડવીની 64 વર્ષીય વૃદ્ધા,પારડી કામરેજની 71 વર્ષીય વૃદ્ધા,સચિનના 30 વર્ષીય યુવક અને બારડોલીના 74 વર્ષીય વૃદ્ધનું કોરોનામાં મોત નીપજ્યું હતું.

108 કર્મી, કાપડ વેપારી, રીક્ષા ચાલકને સંક્રમણ
શુક્રવારે ડોકટરો,નર્સ,ફાયરવિભાગના કર્મચારી,કેદીઓ અને કાપડમાર્કેટ સાથે સંકળાયેલાઓ સહિત અનેકના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.શુક્રવારે હીરા સાથે સંકળાયેલા 2 લોકો,સી.એચ.સી. અને યુ.એચ.સી.ની નર્સ,ફૂલોની દુકાન ચલાવનાર,નાનપુરમાં પ્રિન્ટિંગ પ્રેસ ચલાવનાર,સ્મીમેર અને સિવિલ હોસ્પિટલના ડોકટર,રીક્ષાચાલક,કોસાડ યુ.એચ.સીના ડોકટર,સહારા ઇન્ડિયાના કર્મચારી,8 કેદીઓ,માર્બલ શોપમાં કામ કરનાર,108નો કર્મચારી,રિલાયન્સનો કર્મચારી સંક્રમીત થયા છે.

એક જ પરિવારના 3 સભ્યો કોવિડ વોર્ડમાં સેવા કરી રહ્યા છે
સુરત | સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોનાના પ્રારંભથી રજા લીધા વિના કોવિડ વોર્ડમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરી રહ્યા છે.પરિવારની મહિલા સભ્ય કોરોનાગ્રસ્તોની સેવા કરતાં કરતાં કોરોના સંક્રમીત થતા સારવાર હેઠળ છે અને સાજા થયા બાદ ફરી કોરોનાના દર્દીઓની સારવારમાં લાગ્યા છે. મુળ મહારાષ્ટ્રના નંદુરબારના વતની અને છેલ્લાં 12 વર્ષથી સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં પરિવાર સાથે રહેતા મનોજ નિકુમના પત્ની અને બહેન પણ સ્મીમેર અને સિવિલ હોસ્પિટલ નર્સમાં તરીકે ફરજ બજાવે છે. નિકુમ દંપતિ ચાર વર્ષની દિકરી અને છ મહિનાના દિકરાને માતા-પિતા પાસે મૂકી ફરજ નિભાવે છે.

કોરોના ક્વિક અપડેટ

ઝોન7 ઓગસ્ટકુલ
સેન્ટ્રલ161427
વરાછા એ221643
વરાછા બી151199
રાંદેર411610
કતારગામ242521
લીંબાયત101615
ઉધના10929
અઠવા451401
કુલ18312345
જિલ્લા483017
અન્ય સમાચારો પણ છે...