ફોર્મનું વિતરણ:કોરોનાની મૃત્યુ સહાય માટે શહેરમાં 3500, જિલ્લામાં 450 ફોર્મ વહેંચાયાં

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અર્બન હેલ્થ સેન્ટર અને ઝોન ઓફિસમાંથી ફોર્મનું વિતરણ

કાળમુખા કોરોનામાં સ્વજનોને ગુમાવનાર પરિવારોને આર્થિક સહાય આપવા રાજ્ય સરકારે ફોર્મ વિતરણની શરૂઆત કરી છે. આ માટે જિલ્લાના લાભાર્થીઓ તલાટી પાસેથી તેમજ શહેરના લાભાર્થીઓ જન્મ મરણ અધિકારી પાસેથી ફોર્મ મેળવી શકે છે. વિતરણના પહેલા દિવસે શહેરમાં 3500 ફોર્મ તથા ગ્રામ્ય વિસ્તારોમાં 450 જેટલા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. હજુ આ આંકડો વધી શકે તેવી શક્યતા કલેક્ટરે વ્યક્ત કરી છે.

લાભાર્થી પરિવારો આ રીતે ફોર્મ મેળવી શકશે
ગ્રામ્ય વિસ્તારમાં મરણ પામનાર માટે જન્મ મરણ અધિકારી એટલે તલાટી પાસેથી તથા પીએચસી પરથી ફોર્મ મેળવી શકશે, જ્યારે શહેરી વિસ્તારમાં કોરોનામાં મૃત્યુ પામનાર માટેના ફોર્મ અર્બન હેલ્થ સેન્ટર અને ઝોન ઓફિસમાંથી ફોર્મ મળી શકશે. તેમજ નગર પાલિકા વિસ્તારમાં મૃત્યુ પામનાર માટે જન સેવા કેન્દ્રમાંથી ફોર્મ મેળવી શકશે.

દર્દીનું મૃત્યુ થયું હોય તે વિસ્તારમાં જ ફોર્મ ભરવા
​​​​​​​મહારાષ્ટ્ર-MP વગેરે રાજ્યમાંથી પણ ઘણા સારવાર માટે સુરત આવ્યા હતા. આવા દર્દીઓનું જ્યાં મૃત્યુ થયું હોય, જ્યાંનો મરણ દાખલો હોય ત્યાંથી જ ફોર્મ ભરી શકાશે.

કલેક્ટર કચેરીમાં તમામ ફોર્મ આ રીતે પહોંચતા કરાશે
​​​​​​​શહેરમાં જન્મ મરણ સબ રજીસ્ટ્રાર પાસે અરજી કરવાની રહેશે. ફોર્મ ઝોનલ ઓફિસમાં આપવાના રહેશે. ગ્રામ્યમાં ફોર્મ મામલતદારને સોંપાશે જે કલેક્ટરમાં જમા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...