તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબીબોનો વિરોધ:આયુર્વેદિક સર્જરીની મંજૂરી સામે 3500 તબીબોનો વિરોધ

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 11મીએ 500 હોસ્પિટલ બંધ, કાલે દેખાવો કરશે

આયુર્વેદિક ડોક્ટરોને શસ્ત્રક્રિયાની મંજૂરીના વિરોધમાં સુરત આઈએમએ સાથે જોડાયેલા તબીબો 8 તારીખે વિરોધમાં દેખાવો કરશે. તેમજ 11 તારીખે શહેરના 3500 જેટલા તબીબો ઈમરજન્સી અને કોવિડ સિવાયની રૂટીન કામગીરીથી અળગા રહી વિરોધ વ્યકત કરશે.

આઈએમએ સુરત બ્રાંચના પ્રમુખ ડો. હિરલ શાહ અને માનદ મંત્રી ડો.રોનક નાગોરીયાએ એક યાદીમાં જણાવ્યું છે કે, સીસીઆઈએમના ગેજેટસના જાહેરનામા મુજબ આયુર્વેદિક પ્રેક્ટિસ કરતા એમ.ડી. ડોક્ટરો 58 જેટલી શસ્ત્રક્રિયાની કેન્દ્ર સરકારે જે મંજૂરીી આપી છે. તેમાં આયુર્વેદના ડોક્ટરો જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન, નાક, ગળુ અને દાંતની પણ સર્જરી કરી શકશે તે માટે મોડર્ન મેડિસીન શાખાના તબીબો ભારે નારાજ થયા છે. તેને સુરત આઈએમએ સખત શબ્દોમાં વખોડી નાખે છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે સીસીઆઈએમના જાહેરનામાનો વિરોધ કરવા સુરત બ્રાંચના સભ્યો 8મી ડિસેમ્બરે બપોરે 12થી 2 દરમિયાન દેખાવો કરશે. તેમજ 11મી ડિસેમ્બરે શહેરના 3500 તબીબો અને 500 હોસ્પિટલો અને નર્સીંગ હોમ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન પોતાના રૂટીન કાર્યથી દૂર રહેશે. જોકે, ઈમરજન્સી અને કોવિડ સેવાઓ ચાલુ રખાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો