ચોરી:અઠવાલાઇન્સમાં પેટ્રોલપંપનો કર્મી ઓફિસમાંથી 3.50 લાખ ચોરી ફરાર

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • CCTV કેમેરામાં કર્મી કબાટમાંથી રોકડની ચોરી કરતા કેદ થયો

અઠવાલાઇન્સમાં પેટ્રોલપંપ પર કામ કરતા કર્મીએ ઓફિસના કબાટમાંથી 3.50 લાખની રોકડ ચોરી કરી રફુચક્કર થયો છે. સીસીટીવી કેમેરામાં કર્મચારી કબાટમાંથી રોકડની ચોરી કરતો દેખાય છે. જેના કારણે પેટ્રોલપંપના માલિક અર્પિત દેસાઈએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે.

જેના આધારે પોલીસે કર્મચારી સચીન તિવારી(25)(રહે,ઉધના,)ની સામે ચોરીનો ગુનો નોંધ્યો છે. 19મીએ ભાગીદારે ઓફિસે આવી મેનેજરને કબાટમાંથી 3.50 લાખની રકમ લાવવા માટે કહ્યું હતું. જેથી મેનેજર કબાટમાં રકમ લેવા માટે ગયા તો રકમ ગાયબ હતી. સીસીટીવી કેમેરાની તપાસ કરતા કર્મચારી સચીન તિવારી ઓફિસમાં ટેબલ પરથી ચાવી લઈ રોકડની ચોરી કરતો દેખાય છે. હાલમાં વધુ તપાસ ઉમરા પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...