મુખ્ય લાઇનમાં ભંગાણ:સેન્ટ્ર્લ ઝોન સહિતના 3. 50 લાખ લોકોને પાણી ન મળ્યું

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મરામત થતાં આજે પાણી મળવાની સંભાવના

સેન્ટ્રલ ઝોનમાં રામપુરા સ્થિત ચોકી શેરીમાં હાલમાં ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. ડ્રેનેજની કામગીરી દરમ્યાન ઇજારદારની બેદરકારીના કારણે સોમવારે 600 એમ.એમ.ની પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડ્યું હતું. પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડવાના કારણે સેન્ટ્ર્લ ઝોનનો ઉત્તર ભાગ અને કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં સોમવારે પાણી પુરવઠો સંપૂર્ણ ખોરવાયો હતો.

પાણી પુરવઠો ખોરવાના કારણે આ વિસ્તારના અંદાજે સાડા ત્રણ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા હોવાની માહિતી સાંપડી છે. મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગની ટીમે યુધ્ધના ધોરણે ભંગાણ રિપેરીંગની કામગીરી શરૂ કરી છે. સોમવાર મોડીરાત સુધી રિપેરીંગ કામ ચાલુ રહ્યું હતું. રિપેરીંગ કામ પૂર્ણ થઇ જાય તો મંગળવારથી રાબેતા મુજબ આ વિસ્તારના લોકોને પાણી પુરવઠો મળી રહેશે એમ હાઇડ્રોલિક વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...