નિર્ણય:નવા સમાવિષ્ટ ગામોની 35 સ્કૂલો પાલિકા હસ્તગત કરશે

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુવિધાસભર શિક્ષણ પુરું પાડવાની કવાયત
  • દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજૂરી આપી

વર્ષ 2020માં સુરતનું હદ વિસ્તરણ થતાં પાલિકામાં સમાવાયેલા 27 ગામ અને 2 નગરપાલિકા વિસ્તારોમાં કાર્યરત 35 શાળાઓને હસ્તગત કરવા શનિવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. કમિટીએ શાળા ભવનોનો કબજો લેવા કાગળ કાર્યવાહી શરૂ કરવા ગ્રીન સિગ્નલ આપતા આગામી સામાન્ય સભા દરમ્યાન આ પ્રક્રિયાને અાખરી મંજૂરી મળશે.

નવા સમાવિષ્ટ વિસ્તારોને શહેરનો દરજ્જો આપ્યા બાદ ત્યાં પ્રાથમિક સુવિધા ઊભી કરવાની કવાયત ચાલી રહી છે. પાણી-ડ્રેનેજ નેટવર્ક સુવિધાઓ ઊભી કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે ત્યારે નવા વિસ્તારોમાં શિક્ષણ સુવિધાઓ પુરી પાડવા ગ્રામ પંચાયત વખતની કુલ 35 સ્કૂલોનો કબજો હસ્તગત કરવાની દરખાસ્ત શનિવારે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા પર લેવાઇ હતી.

જેને કમિટી ચેરમેને મંજૂરી આપી પ્રક્રિયા શરૂ કરી હતી. આ દરખાસ્ત પર આગામી જનરલ બોર્ડની બેઠકમાં આખરી નિર્ણય લેવાશે. 27 ગામ અને 2 નગરપાલિકાની 35 શાળાઓને હસ્તગત કરવા મંજૂરી આપતા બાળકોને સુવિધાસભર શિક્ષણ આપવાના દ્વાર ખુલશે.

અન્ય સમાચારો પણ છે...